મર્હુમ ઝુબેર ઢીલ્યા મેમોરિયલ ટી-૨૦ ની ફાઇનલમાં મનુબરનો ભવ્ય વિજય

બારીવાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં રમાઈ રહેલી મર્હુમ ઝુબેર ઢીલ્યા મેમોરિયલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના લીલીછમ ઘાસ આચ્છાદિત મેદાન પર ફહદ સી.સી. અંકલેશ્વર અને મનુબર સી.સી. વચ્ચે રમાઈ હતી જેમાં મનુબર સી.સી. નો ભવ્ય વિજય થયો હતો.
ફહદ સી.સી. એ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી જેમાં મનુબર સી.સી. એ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૯ રણ ફટકાર્યા હતા જેમાં વિશાલ જયસ્વાલ ના ૪૬ રન તથા સોયેબ ના ૩૯ રન મુખ્ય હતા. જેના જવાબમાં ફહદ સી.સી. ૧૧૫ રને ઓલઆઉટ થઇ ગઈ હતી જેમાં મનુબર સી.સી.ના જેશલ ૩, અઝીમ માલજી ની ૨ અને મુબારક શેરપુરાએ ૩ મહત્વની વિકેટ ઝડપી હતી આમ મનુબર સી.સી. નો ૫૪ રને ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે સુહેલભાઈ સીતપોણવાળા તથા બેસ્ટ બોલર માં તપન અને મેન ઓફ ઘી સિરીઝ નિઝામ જંબુસરવાળા અને મેન ઓફ ઘી મેચ વિશાલ જયસ્વાલ ઘોષિત થયા હતા. આ મેચને નિહાળવા ગામપરગામથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પધાર્યા હતા. આવતી કાલે આજ બંને ટિમો વચ્ચે ૩૦ ઓવર ની ફાઇનલ મેચ આજ મેદાન પર રમાશે. ટ્રોફી વિતરણ સમારંભનું સંચાલન મુસ્તાક દૌલા તથા ઝાકીરભાઈ ઉમતા એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*