Coronavirus: Complaint and Response

કોરોના વાયરસ:
શિકવા, જવાબે શિકવા

□ મહેક ટંકારવી, બોલ્ટન, યુ.કે.

શિકવા
કેવો ઉત્પાત મચાવ્યો છે તેં દુનિયાભરમાં
કેદી માણસને બનાવ્યો છે તેં દુનિયાભરમાં
જા, દફે થા, હવે ચાલ્યો જા દૂર વસતીથી
ખૂબ માણસને ડરાવ્યો છે તેં દુનિયાભરમાં

જવાબે શિકવા
આહ નિશ્વાસનો આ છે જવાબ, સમજી લે
તારાં દુષ્કર્મનો આ છે હિસાબ, સમજી લે
તેં કયામતના પહેલાં જ કયામત સર્જી
છે આ કુદરતનો જબરદસ્ત અઝાબ, સમજી લે

હાથ જાલિમના જો રોકાશે તો હું ચાલ્યો જઇશ
લોહીની હોળી જો બંધ થાશે તો હું ચાલ્યો જઇશ
એની કૃપાનો નથી બંધ કદી દરવાજો
દિલથી તોબા જો હવે થાશે તો હું ચાલ્યો જઇશ

યુદ્ધનો અંત હવે લાવો તો હું ચાલ્યો જઇશ
બોંબગોળાઓ ન વરસાવો તો હું ચાલ્યો જઇશ
સેંકડો માનવો ઘરબાર વિના રઝળે છે
આશરો એમને જો આપો તો હું ચાલ્યો જઇશ

આબરુ નારીની સચવાશે તો હું ચાલ્યો જઇશ
આંસુ બેવાઓનાં લૂછાશે તો હું ચાલ્યો જઇશ
ફેરવો હાથ હવે જઇ યતીમના માથે
એમના હોઠ જો હરખાશે તો હું ચાલ્યો જઇશ

એને ત્યાં દેર છે, અંધેર નથી, સમજી લે
આહ મજલૂમની નથી ખાલી જતી, માની લે
તેં જે અપનાવી છે ફિરઔનિયતને ત્યાગી દે
આ નશો છોડ અહમનો ને શિર ઝુકાવી લે

આગ નફરતની લગાવી છે તે બુઝાવી દે
પ્રેમની શમ્આ હવે તો બધે જલાવી દે
ભાવના રાખ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની તું
પૃથ્વીને સ્વર્ગ સમી પ્રેમથી બનાવી દે

શ્રેષ્ઠ સર્જન છે તું કુદરતનું, શ્રેષ્ઠ બનતાં શીખ
દર્દમંદોથી, ઝઇફોથી પ્રેમ કરતાં શીખ
ધર્મને નામે ઝઘડવાનું હવે ભૂલી જા
એ છે સર્વોપરી, માલિકથી હવે ડરતાં શીખ

રહેમ તું કર તો ઉપરવાળો રહેમ કરશે પછી
દીનદુખિયાની દુઆઓ ય તુજને મળશે પછી
કર હવે ખલ્કની ખિદમત, ખુદાને રાજી કર
એ થશે રાજી તો આફત-બલાઓ ટળશે પછી

આટલું કર તો ટળી જાશે આ અઝાબ હવે
વાયરસ બોલું છું, મારો છે આ જવાબ હવે


Coronavirus:
Complaint and Response

□ Mahek Tankarvi, Bolton, UK

Complaint
What a catastrophe you’ve caused around the world
You’ve made man a captive in his own house
Go away, go far away from the population
Too many people are scared around the world.

Response
This is in response to the cries and tears of the oppressed
This is the account of your misdeeds, understand
You created the doom before the Day of Judgment
Know that this is a terrific retribution of nature.

If the hand stops being an oppressor, I’ll be gone
If you stop playing with the blood of the innocent, I’ll be gone
His door of Mercy is never closed
If you repent now, truly and sincerely, I’ll be gone.

If you end all the wars now, I’ll be gone
If you stop this callous bombing and destruction, I’ll be gone
Hundreds of humans wander without a home
If you give them shelter, I’ll be gone.

If the honour of the woman is saved, I’ll be gone
If you wipe away the tears from the faces of the widows, I’ll be gone
Go and show love and care for the orphans
If their faces are lit with smiles, I’ll be gone.

Know that justice will be done, sooner or later
Know that the sighs of the oppressed never go unheard
Abandon this wickedness of the Pharaoh you have adopted
Give up your ego and in humbleness bow down your head.

Extinguish the fire of hatred, which you have spread
And instead light the lamp of love everywhere
Follow the ideal of ‘Vasudhaiva Kutumbakam’ (the world is one family)
And with love and fraternity bring paradise on this earth.

You are the best creation of nature, learn to be the best
Learn to love the sick and the elderly
Now forget to fight in the name of religion
He is the Supreme, learn to fear Him now.

Be kind to those on earth, and the Lord above will be kind to you
You’ll get the blessings of the poor and the suffering
Apply yourself to the ‘Service of Mankind’ and plead to God
These calamities will disappear if He is pleased with you.

Do this much and this retribution will be lifted
I am Coronavirus and this is my answer to your complaint.

3 Comments on “Coronavirus: Complaint and Response

  1. Superb, fabulous, amazing, outstanding. I have no words of praise for your poem and your creativity. Allah bless you.

    Naeem Syed

  2. Assalamo Alaykum.

    Great poem. May Allah reward the poem writer and also sir Mr I. Khunawala whose comment is very valuable.

    If we read Corona from Right to Left = Na Ro Co = Do Not Stop.

    Corona reminds us that the super power is Allah. Pray to Allah to forgive us, give us good health and save our Imaan for ever.

    Many Thanks,

    Mr Mushtakali Azad Palejwala.

  3. અભિનંદન ડો. અલ્લામા ઇકબાલના આ માનસપુત્ર સમા મહેક ટંકારવીનું વ્યથા અને વેદના ગાતું શિકવા અને જવાબે શિક્વા હેઠળ લખાયેલું આ કરુણ કવન હ્રદય અને પાંપણોને ભીની ભીની કરતું સ્પર્શી ગયું! કવિની આ અસહ્ય સંવેદના અને સંતાપ વીસમી સદીના અંતિમ દશકાથી લઈ એકવીસમી સદીના સમગ્ર વરસોને આવરી લેતી પ્રત્યેક વ્યક્તિની વ્યથા અને વેદનાનું સચોટ; કરુણ અને દયનીય તાદશ્ય વર્ણન કરે છે.

    કવિએ કરેલ નમ્ર ઉપાલંભનો પ્રત્યુત્તર પાઠવતા કોરોના (Corona) પોતાનાથી વિદાય ઈચ્છતા માનવીને કેટલી સહજ અને સરળ શરતો અને જીવનમંત્રોનું અનુસરણ કરવા સુચન કરે છે કિંતુ આજનો માથા ફરેલ દંભી અને અહંકારી માનવ અનુસરણ અને સ્વીકાર કરશે ખરો?! આ કાવ્યનો આસ્વાદ ચિર સમય સુધી કાવ્ય રસિકોના માનસપટ ઉપર રહેશે મહેક ટંકારવી સાહેબને એક ઉત્તમ કવન વાંચકો સમક્ષ પ્રસ્તુત કરવા બદલ સહ્દય પૂર્વક અભિનંદન પાઠવતા સહર્ષ અનુભવું છું અને ભવિષ્યમાં આ પ્રકારના કાવ્યોનું રસપાન કરાવતા રહે એવી આશા રાખું છું. મારી ટંકારીઆ હાઈસ્કૂલ તથા સેંટ ઝેવિર્યસ કોલેજના શિક્ષણ યાત્રાના આ સહપ્રવાસી કવિની વેદના અને વ્યથાને આશ્વાસન આપતા આટલું જ કહીશ કે….

    કૈંકના હૈયા ઠારે અલી મોરલી તારા ગાણા;
    પ્રશ્ન પૂછું છું કે તારે હૈયે શેનાં કાણાં?!
    સલામ સહ ઈસ્માઈલ એમ. ખુણાવાલા, લંડન, યુ.કે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*