ભરૂચના hingalla ગામની ગોચરની જમીનમાં હેલિકોપ્ટરે ઉતરાણ કરતા ચકચાર
ભરૂચ પાસેના hingalla ગામની ગોચરની જમીન પાર ખાડીની બાજુમાં આવેલ આબાદનગર કોલોની પાસે આજરોજ સાંજના ૪.૧૫ વાગ્યાની આસપાસ એક આર્મીના હેલિકોપ્ટરે ઉતરાણ કરતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું. હેલિકોપ્ટર ઉતર્યાની જાણ વાયુવેગે ગામ માં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આર્મીનું હેલિકોપ્ટર લગભગ ૧૦ મિનિટ સુધી જમીન પાર ઉભું રહ્યું હતું. જાણવા મુજબ હેલિકોપ્ટર માંથી એક આર્મી નો જવાન પણ બહાર આવ્યો હતો. હેલિકોપ્ટરે ગામનો ચક્કર પણ લગાવ્યો હતો. હેલિકોપ્ટરમાં કેટલા જવાન હતા તે જાણી શકાયું નથી. તથા આ હેલિકોપ્ટર કાયા કારણસર ગામની ગોચરની જમીન પાર ઉતાર્યું તે અંગે હાલ કોઈ પણ પ્રકારની માહિતી તંત્ર પાસેથી જાણવા મળી નથી.

TANKARIA WEATHER
Leave a Reply