ટંકારીઆ તથા પંથકમાં શિયાળા એ પોતાનો આગવો ઠાઠ જમાવ્યો

આમ તો સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પ્રારંભેજ શિયાળાની જમાવટ શરુ થવી જોઈએ પરંતુ મોડે મોડે એટલે કે ડિસેમ્બરના અંતમાં ધીરે ધીરે શિયાળો ટંકારીઆ તથા પંથકમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી ટંકારીઆ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો જોરદાર ઠાઠ જોવા મળી રહ્યો છે. વાદળિયાં વાતાવરણ વચ્ચે સામી સાંજ થીજ ઠંડી નો અનુભવ લોકોને થવા માંડે છે અને રાત્રી ના ઠંડી ની પકડ મજબૂત બનતા લોકોની અવરજવર પાંખી જોવા મળે છે. ઠંડી ના કારણે લોકો પોતાના આશિયાના ના બારી બારણાં બંધ કરી ઘર માંજ પુરાઈ રહેવાનું વધુ પસંદ કરે છે. મોડી રાત્રી સુધી જાગવા ના શોખીનો ઠેર ઠેર તાપણાઓ કરી ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. માણસ ની સાથે સાથે પશુ ઓ પર પણ ઠંડી અસર જોવા મળે છે. શેરી ઓ માં રખડતા શ્વાનો ની હાલત પણ દયનિય થઇ જાય છે. શ્વાનો પણ લોકોના ઘર ની બહાર કોઈક ખૂણો પકડી ટૂંટિયું વાળીને ઠંડી સામે રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે. લોકો ઠંડી થી બચવા શરીર પર ગરમ વસ્ત્રો પરિધાન કરી ફરતા જોવા મળી રહ્યા છે. કૃષિ તજજ્ઞો ના જણાવ્યા અનુસાર ઠંડીના પગલે શિયાળુ પાકોને વધુ લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*