આવતી કાલથી ટંકારીઆ માં લોકો ક્રિકેટમય બની જશે.
ભરૂચ તાલુકાનું વિશાળ વસ્તી ધરાવતું ગામ એટલેકે ટંકારીઆ માં આવતી કાલે મોટાપાદર ખાતે ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સંચાલિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને બીજી ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ એક માત્ર આચ્છાદિત લોન ની આઉટ ફિલ્ડ ધરાવતા તથા ટર્ફ વિકેટ ધરાવતા બારીવાલા મેદાન પર પણ ટુર્નામેન્ટ તારીખ ૫ નવેમ્બર થી શરુ થઇ જશે.
આ પ્રસંગે અત્રે ખરી ગ્રાઉન્ડ પર મૂળ આપણા ગામ ના વતની અને સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયેલા જનાબ હાજી આદમભાઈ લાલી તરફથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા પ્રેક્ષકો માટે એક સ્ટેડિયમ બાંધી ગામ ટંકારીઆ ને અર્પણ કરેલ છે તે બદલ ગામ તેમનો આભાર વ્યક્ત કરે છે. જે સ્ટેડિયમ નું ઉદ્ઘાટન પણ આવતી કાલે રાખવામાં આવ્યું છે. નવા નક્કોર બનેલા ચેન્જિન્ગ રૂમો પણ બાંધકામના છેલ્લા તબક્કા માં છે. તે પણ હાલમાં રમાનાર ટુર્નામેન્ટ ના મધ્યથી ઉદ્ઘાટન કરી ઉપયોગમાં લેવામાં આવશે.
તો આ મજ્જાની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા તમામ દેશ વિદેશના ક્રિકેટ રસિયાઓ ને ભાવભીનું આમંત્રણ પાઠવતા ગર્વ અનુભવીએ છીએ.

TANKARIA WEATHER
if i want to part…plz send me contact…for this…email me that detail plz..