સ્પોર્ટ્સ ક્લબ સંચાલિત ક્રિકેટ ટુર્નામેન્ટ તો રંગેચંગે પ્રારંભ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચ જિલ્લાની મોટામાં મોટી વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષ ની ટુર્નામેન્ટ નો ઉદ્ઘાટન સમારંભ આજ રોજ મોટા પાદર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પાર રાખવામાં આવ્યો હતો.
સવાર થીજ પાદરમાં ક્રિકેટ રશિયાઓની ચહલ પહલ વધી ગઈ હતી. અને સવારના સાડા દશ કલાકે ક્રિકેટ રસિકોથી સ્પોર્ટ્સ ક્લબ નું મેદાન ભરાઈ ગયું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ના માજી સદસ્ય અને કોંગ્રેસ ના અગ્રગણ્ય નેતા મકબુલભાઈ અભલી હાજર રહ્યા હતા. તથા તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ગામના સરપંચ ઇકબાલભાઇ કબીર, ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, મુબારક ભાણીયા, મુસ્તાક દૌલા, ઈરફાનભાઈ શરબલ ક્રિકેટ ક્લબવાલા, સુલેમાનભાઈ જોળવાવાળા, સલીમ ગોદર, ઇકબાલભાઇ પાદરવાળા, વાજીદભાઈ જમાદાર, હનીફભાઇ જમાદાર તથા ગામ પરગામ થી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો હાજર રહ્યા હતા. આ દરમ્યાન મૂળ ટંકારીઆ ગામના વતનીઅને સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયેલા દાનવીર જનાબ આદમભાઇ લાલી એ ક્રિકેટ મેચ નિહાળવા પ્રેક્ષકો માટે એક ભવ્ય સ્ટેડિયમ બનાવી આપી ગામ લોકોને અર્પણ કર્યું હતું તેનું ઉદ્ઘાટન પણ ગામ ના નેતા ઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.

Winter Cricket Fever is about to grip the whole Bharuch District.

The biggest Winter Cricket Tournamet of Bharuch Diatrict started today in Tankaria. At 1030am, cricket fans from all over the district started pouring in to the ground. The opening ceremony was held in the presence of Former Dsitrict Panhayat Representative Maqboolbhai Abhli, Taluka Panchayat Member Abdullah Mama Taylor, Tankaria Sarpanch Iqbal Bhai Kabir, Deputy Sarpanch Altaf Ganda, Mustaq Bhai Daula, guests Mubarak Bhaniya, Iqbal Bhai Padrawala, Irfanbhai Sarbat, Wajidbhai Jamadar, Hanifbhai Jamadar, Sulemanbhai Jorwawala, Salim Godar and others.

This event also saw the opening of huge stadium for cricket fans. Considering huge number of Cricket fans who come to watch each game and sometime in extreme heat, Janaab Adam Bhai Lali of Africa made donation to build stadium for fans. Please take a look at pictures below. We, on behalf of all My Tankaria visitors, would like to thank Haji Adam Bhai Lali.

Tankaria Invites You To The Biggest Cricket Festive Season…

1 Comment on “સ્પોર્ટ્સ ક્લબ સંચાલિત ક્રિકેટ ટુર્નામેન્ટ તો રંગેચંગે પ્રારંભ

  1. thanks mustak daula. its great cricket.i love our senior people who watching cricket at motapader cricket ground. I hope one day everyone watch live cricket from this ground to other country. best of luck KGN TANKARIA CRICKET TEAM.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*