મહોર્રમ ના પર્વ નિમિતે ટંકારીઆ ની વિવિધ મસ્જિદો માં બયાનો નો દૌર.
મુસ્લિમો નો હાલ માં ચાલી રહેલ પવિત્ર મહોર્રમ માસ ની ઉજવણી મહોર્રમ માસ ના પ્રથમ ચાંદ થી જ સાદગી રીતે કરવામાં આવી રહી છે. આમ તો હિજરી પ્રમાણે પ્રથમ માસ મહોર્રમ એટલેકે મુસ્લિમો નું નવું સાલ ચાલુ થાય છે. અને મહોર્રમ માસ ના પ્રથમ ૧૦ દિવસો નો મહિમા અનેરો હોય છે. આશરે ૧૪૦૦ વર્ષ પહેલા સત્ય ના કાજે પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ આપી અસત્ય સામે શીશ નહિ ઝુકાવનાર અને સત્યનો અનેરો સંદેશ આપનાર હજરત ઇમામ હુસૈન ર. અ. તથા તેમના જાંબાજ સાથીઓ ની યાદ માં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સદીઓ ના વહેણ વીતી ગયા છતાં પણ આજે મહોર્રમ માસ ની પરંપરાગત ઉજવણી કરે છે. જે અંતર્ગત ટંકારીઆ ગામની જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં ઈશા ની નમાજ બાદ ઇમામ હુસૈન ની શાન માં તકરીરના પ્રોગ્રામ પહેલી મહોર્રમ થી ૧૦ મી મહોર્રમ સુધી કરવામાં આવશે. જેમાં જામા મસ્જિદ માં કારી ઇમરાન સાહબ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં મુફ્તી નૂર સઇદ સાહેબ કરબલાના શહીદો ની શહીદી ગાથા પર પ્રકાશ પાડતા બયાનો કરે છે. આ બયાનો સાંભરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડે છે.
તથા ૧૦ મી મહોર્રમ ના દિવસે સવારે આ બંને મસ્જિદો માં વિશિષ્ઠ નવાફીલ નમાજો, ઝીકરો અસગાર તથા દુઆઓ નો પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે. તો આ વખતે તારીખ ૧/૧૦/૧૭ ના રવિવારના રોજ બંને મસ્જિદોમાં સવારે ૮ કલાકે આ પ્રોગ્રામ બંને મસ્જિદો માં યોજાશે.
Leave a Reply