કડાકા સાથે વીજ પડતા એક આદિવાસી યુવતી નું મોત

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ ગત રોજ પડ્યો હતો. જેમાં બે થી ત્રણ કડાકા ભારે થયા હતા તે વખતે ઘોડી રોડ તરફ ખેતરમાં બે થી ત્રણ આદિવાસી મહિલાઓ ખેતરના શેઢા ઉપર ઘાસ કાપી રહ્યા હતા તે દરમ્યાન ભારે કડાકા સાથે વીજળી પડતા એક યુવતી નામે આરતી સદેવન વસાવા ને તથા તેમની સાથે કામ કરતા બીજા એક બહેનને ગંભીર ઇજા ઓ થતા તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા જેમાંથી આરતી સદેવન વસાવા નું ટૂંકી સારવાર દરમ્યાન ગંભીર ઈજાઓ ને લઈને મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ સાંજે ભારે ગાજ વીજ સાથે વરસાદ ખાબક્યો હતો તે વખતે બે થી ત્રણ મહિલાઓ ખેતરના શેઢા પાર ઘાસ કાપી રહ્યા હતા તે દરમ્યાન ભારે કડાકા સાથે વીજળી પડતા બે મહિલાઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી આરતી સદેવન વસાવા નામની કન્યાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પાલેજ પોલીસે સ્ટેશન ના ટંકારીઆ બીટના જમાદાર શિરીષભાઈ ભાટિયા એ અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*