લઘુતમ તાપમાન 9 સે. નોંધાયું.

ટંકારિયા તથા સમગ્ર પંથક માં શીત લહેર જારી હજી પણ કાતિલ ઠંડી પડવાની આગાહી. ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઇ રહી છે. જેના પગલે ઉત્તર પૂર્વીય તરફથી ફૂંકતા ઠંડા અને બર્ફીલા પવનને કારણે ટંકારિયા તથા સમગ્ર પંથક ઠંડી માં ઠુંનથ્વાઈ જવા પામ્યું છે. ઠંડી નો પારો સતત 9 સે. ની નીચે જ રહ્યો છે. આવતા બીજા બે ત્રણ દિવસો સુધી પણ આજ ઠંડી યથાવત રહેશે અથવા વધશે એમ હવામાન ખાતા એ આગાહી કરી છે. ઝુપદાઓમાં રહેતા શ્રમિક અને ગરીબ વર્ગ ઠુંન્થ્વાઈ રહ્યો છે. અને ઠંડી થી બચવા તાપણા કરી ઠંડી નો સામનો કરી રહ્યા છે. સવારે બઝાર માં પણ પાંખી હાજરી દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*