આગામી રમઝાન ઈદ નો તહેવાર નજીક હોવાને લક્ષમાં રાખી ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામ પંચાયતની ઓફિસમાં પાલેજ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.એસ.આઈ. પ્રદીપસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઈદ ના પવિત્ર અવસર પર શાંતિ અને કાયદો વ્યવસ્થા સચવાય એ રીતે તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી હતી. આજે નવનિયુક્ત પી.એસ.આઈ. નો પ્રથમ દિવસ હોય અને ટંકારીઆ ગામની પ્રથમ મુલાકાત હોય ગામ ના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ગામ આગેવાન ઉસ્માન લાલન તથા પંચાયત ના સદસ્યો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

IBRAHIMBHAI MUSA BHA [BROTHER OF ABDULLAHMASTER MUSA BHA] [UNCLE OF SHAKIL BHA] Passed away……… Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.

સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા સમગ્ર ગુજરાત માં હીટવેવ વ્યાપી ગયો છે. તથા હવામાન ખાતાએ પણ આગામી ૩ થી ૪ દિવસ સુધી હિટવેવની ચેતવણી આપી છે અને નાગરિકોને કામ વગર બહાર નહિ નીકળવાની અપીલ પણ જાહેર કરી છે. ટંકારીઆ ગામ પણ આ હીટવેવથી બાકાત રહ્યું નથી. રમઝાન શરીફનો પવિત્ર માસ તેના અંતિમ તબક્કામાં છે અને ગરમીનો પ્રકોપ વધતા રોજદારોને ગરમીનો અહેસાસ વધારે થઇ રહ્યો છે અને લોકો આકુળ વ્યાકુળ થઇ જવા પામ્યા છે. લોકો બપોરે બહાર નીકળવાનું લગભગ તાળી રહ્યા છે. લોકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ પણ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહી છે. સરકારે આ કાળઝાળ ગરમીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી, શરબત નું સેવન કરવાની સૂચનાઓ જાહેર કરી છે તેમજ ઉનાળાને અનુરૂપ સુતરાઉ કપડાં પહેરવા પણ જણાવ્યું છે.

ગત રોજ ૨૭ મી તરાવીહ [લયલતુલ કદ્ર] હતી અને કુરાન શરીફ તરાવીહ માં પઢવાનું પરિપૂર્ણ થયું. ત્યાર બાદ વિવિધ મસ્જિદોમાં માંહે રમઝાન અલવિદા તરાના પણ પઢવામાં આવ્યું હતું. વિવિધ મસ્જિદોમાં માનવજાતની ભળાઈઓ માટે ખુસુસુન દુઆ ઓ કરવામાં આવી હતી અને બિરાદરોએ રાત્રી જાગરણ કરી મસ્જિદોમાં નમાજ, ઝીકરો અસગાર, કુરાન શરીફ નું પઠન કરી અલ્લાહની નજ્દીકતા હાંસલ કરવાની કોશિશ કરી હતી.

રમઝાન માસ ને પૂર્ણ થવાને ગણતરીના દિવસો રહી ગયા છે અને તમામ લોકો ઈદ ઉલ ફિત્ર ની તૈયારીઓમાં લાગી ગયા છે. તો નવયુવાનો ઈદ ની નમાજ અદા કરવા માટે ઈદગાહની સાફસફાઈ કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે. આપણા ગામના નવયુવાનો તરાવીહ ની નમાજ બાદ ઈદગાહમાં ભેગા થઇ સાફસફાઈ / ધોવાની પ્રવૃત્તિ કરતા નજરે પડ્યા છે. અલ્લાહ આ નવયુવાનોની ખિદમત કબુલ કરી તેનો બદલો બંને જહાંનોમાં આપે.

HAJI AIYUBBHAI HAJI AHMED KARIM [BROTHER OF YAKUBBHAI / FARUKBHAI] passed away at London [UK] Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.