મદ્રસાએ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ માં પઢાઈ કરતા તુલ્બાઓનો વાર્ષિક જલસો તારીખ ૬ મે ના શનિવારના રોજ ઈશા ની નમાજ બાદ મોટા પાદર રાખવામાં આવ્યો છે. આ મદ્રસ્સામા આશરે ૭૮૦ તુલ્બાઓ દીની તાલીમ લઇ રહ્યા છે. આ તુલ્બાઓ નો પઢાઈ માં હોસલો બુલંદ રહે તે હેતુસર દર વર્ષે આ ભૂલકાઓ ને ઇનામ આપવામાં આવે છે. અને આ વર્ષે પણ ઇનામો આપવાની યોજના બનાવી છે. અગર આપ આ તુલ્બાઓ ને આપણા તરફથી ઇનામો આપવાનું વિચારતા હોય અને એમાં આપ હિસ્સો લેવા ઇચ્છુક હો તો આપ આપણી ઇનામો ની રકમ સંસ્થાના પ્રમુખ ઇબ્રાહિમ સાહેબ MANMAN  ને અથવા સાજીદ લારીયા ને પહોંચાડી આપ પણ સવાબ ના હકદાર બની શકો છો. આટલા વિશાળ સંખ્યામાં પઢાઈ કરતા તુલ્બાઓ ની હોસલા અફઝાઈ માટે આપ પણ તેમાં ભાગીદાર બનો એવી અપીલ મદ્રસ્સા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. 

ટંકારીઆ ગામ એટલે સમગ્ર ગુજરાત ના  ક્રિકેટ ખેલાડીઓ માટે રમવાની ઝંખના ખેવતું ગામ. આમાં વળી ખરી નું મેદાન એટલે બસ એની વાત જ ના પૂછો. આ મેદાન પર ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમો બનવા તરફ આગળ ધપી રહ્યું છે. જેનું કામ પુરજોર  માં ચાલી રહ્યું છે. બસ હવે થોડા દિવસોમાં આ રૂમો બની જશે. પુરજોર માં ચાલતા આ કામ ના ચિત્રો આપ નિહાળી શકો છો.

ભરૂચ જિલ્લા સહીત સમગ્ર ગુજરાતભર માં કાળઝાળ ગરમી નું મોજું ફળી વળ્યું છે. ગરમી ના તીવ્ર પ્રકોપ વચ્ચે જનજીવન સંપૂર્ણ પણે અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. જિલ્લામાં ગરમીનું મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ ને આંબી જવા પામ્યું હતું. હવામાન વિભાગ તરફથી હીટવેવ ની ચેતવણી આગામી પાંચ દિવસ માટે જાહેર કરતા લોકો ને કાળઝાળ ગરમીથી હાલમાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. ઉત્તર અને ઉત્તર-પૂર્વ ની દિશામાં વહેતા થયેલા ગરમ પવનોની અસર ને કારણે રાજ્યમાં ગરમી નો પારો ઊંચો જવા પામ્યો છે. સત્તાવાળાઓ તરફથી જનહિત માં જાહેર કરાયેલ સલાહ માં લોકો ને બપોરના સમયે કામ વગર બહાર ના નીકળવાની સલાહ કરવામાં આવે છે. તથા શરીર પર એવા વસ્ત્રો પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે કે જેનાથી ગરમ પવનો સાથે લૂ ની અસર ના થાય. તેમજ લોકો ને બને તેટલું પાણી, છાશ, લીંબુનું પાણી કે શરબત પીવાની સલાહ આપી છે.
ટંકારીઆ તથા પંથક માં ગરમી નો પારો સેન્સેક્સ ની માફક ઉપર ચઢવા માંડતા લોકો ની હાલત કફોડી થી જવા માંડી છે. બપોર ના સમયે લોકોની અવરજવર થંભી જતા સુનકાર બનેલા માર્ગો ની સાથે માનવી તો માનવી પણ પશુ ઓ પણ જ્યાં છાંયડો મળે તે જગ્યા શોધતા હોય છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા મજૂરવર્ગ પોતે તો ધોમધખતા તાપ માં મજૂરી કરતો હોય છે પણ તેમના નાના ભૂલકાઓ ને છાંયડો શોધી મીઠી નીંદણ માં સુવાડતાં આ ચિત્ર માં નજરે પડે છે.