કરજણ તાલુકાના મેસરાડ ગામે આજરોજ મેસરાડ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ફાઇનલ મેચ કે.જી.એન. ટંકારીઆ અને મતાદાર ટીમ વચ્ચે રમાયી હતી જેમાં મતાદાર ની ટીમે પ્રથમ દાવ લઇ નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૫૪ ફટકાર્યા હતા જેમાં જેસલ કાળીયા એ ધમાકેદાર ૯૬ રન ફટકાર્યા હતા. જેના જવાબ માં પ્રથમ ઓવર થી જ લડખડાતી કે.જી.એન ટંકારીઆ  ૨૧૩  રન માં ઓલ આઉટ થઇ જતા મતાદાર સી.સી. નો ભવ્ય વિજય થયો હતો. એક તબક્કે ૧૫૦ રન પણ નહિ થાય તેવું લાગતા કે.જી.એન. એ સરસ કમબેક કરતા ૨૧૩ રન માં ઓલ આઉટ થઇ ગયી હતી. ટંકારીઆ ગામના પ્રેક્ષકોથી ભરપૂર મેસરાડ ગાઉન્ડ પર ટંકારીઆ ટિમ નો પરાજય થતા પ્રેક્ષકો નિરાશ થઇ ગયા હતા.

મતાદાર ટીમમાં કરંટ રણજી ખેલાડીઓ જેવાકે સોયેબ તાઈ, સન્ની પટેલ, લુકમાન મેરીવાળા, અહદ મલેક, જેશલ કાળીયા, જેવા ખેલાડીઓ સામે ટંકારીઆ ગામના જ ખેલાડીઓ એ સંઘર્ષ પૂર્વક રમત રમી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ગ્રામ્ય કક્ષાના ક્રિકેટરો રણજી ખેલાડીઓ ની તુલનામાં આટલું સારું ક્રિકેટ રમે એ પણ ચોક્કસ નોંધ લેવા જેવી બાબત છે.

રમત ના અંતે ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, તથા શિનોરના ધારાસભ્ય સતિષભાઈ નિશાળિયા, મુબારકભાઈ મિન્હાઝ વાળા, ઇસ્માઇલ મતાદાર, મેસરાડ ગામના સરપંચ, તથા આજુબાજુ ના ગામના સરપંચો, તાલુકા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્યો, તથા દૂર દરાજ ગામોએ થી પધારેલા ક્રિકેટ પ્રેમીઓ એ આ મેચ નિહાળી હતી.

સ્પોર્ટ્સ મેન નું વક્તિત્વ ધરાવતા  રમત  ગમત મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી એ તેમાં વક્તવ્ય માં રમત ગમત પર યુવાનોને વધુ ધ્યાન આપવાનું જણાવ્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતું કે યુવાઓને રમત ગમત માં વ્યસ્ત રાખવાથી તેઓ ખરાબ કુટેવોથી દૂર રહેશે અને યુવાઓ ને પણ દરેક રમત ના ક્ષેત્રે આગળ વધવાની હાકલ કરી હતી. તેમને રમત ના ક્ષેત્રને ફક્ત નવયુવાનો પૂરતું નહિ પણ આ ક્ષેત્ર માં યુવતીઓ ને પણ આગળ આવવાનું આહવાન કર્યું હતું તથા નવયુવાન યુવક યુવતીઓ ને કસરત પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપવાની અપીલ કરી હતી.

મેસરાડ સ્પોર્ટ્સ ક્લબ ના વાજીદભાઈ જમાદાર તથા તેમની ટીમે સમગ્ર મેચ દરમ્યાન પ્રેક્ષકો માટે  પૂરતી વ્યવસ્થા કરી હતી.

આ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ માં મેન ઓફ ઘી મેચ જેસલ કાળીયા જાહેર થયા હતા તથા મેન ઓફ ઘી સિરીઝ કે.જી.એન. ના તૌસીફ ઠાકોર, બેસ્ટ બોલર ઇમરાન માલજી, બેસ્ટ બેટ્સમેન કામરાન શેખ બન્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ટંકારીઆ ના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.

ગત્ સોમવાર રાત્રી ના છ થી આઠહથિયારબંધ લુટારુઓ, મૂળ ટંકારીઆ ગામ ના આસીફ HANIF વેવલી ના ઘર નો મુખ્ય દરવાજો તોડી ઘૂસી ગયા હતા, ઘર મા સુઈ રહેલ તમામ સભ્યો ને બંદૂક ની અણીએ બાન મંા લઈ રોકડ રકમ ઘરેણા મોબાઈલ ફોન અને બીજા અનેક ઈલેકટ્રોનીક ઉપકરણો ની લુંટ ચલાવી હતી. બનાવ દરમિયાન લુટારુઓ સાથે ની ઝપાઝપી મા આસીફ ઈકબાલ વેવલી, ઇ્મતિયાજ ઈકબાલ વેવલી ને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ મા દાખલ કરવા મા આવ્યા હતા.. જે હાલ મા પણ સારવાર હેથળ છે..
છેલ્લા કેટલાય સમયથી વેન્ડા અને આજુબાજુ ના શહેરો મા વસતા ભારતીય મૂળ ના લોકો લૂંટફાટ નો ભોગ બની રહ્યા છે.. સ્થાનિક પોલીસ ની ઉદાસીનતા ને લીધે લુટારુઓ બેફામ બન્યા છે, દક્ષિણ આ્ફિકા મા આવેલા ભારતીય દૂતાવાસ તરફ થી પણ કોઈજાત ની મદદ નથી, એવા મા અહીં ના ભારતીયો ની માંગ છે કે કોઈ સ્થાનિક નેતા આ મામલા ને ગંભીર ઘણી માનનીય વિદેશ મંત્રી સુધી પહોંચાડે એવી માંગ છે..!     [Reporting by Rafiqahmed Kaduji from Venda]


આજ થી એસ. એસ. સી. બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ સમગ્ર ગુજરાત માં થઇ ગયો છે. જેમાં ભરૂચ તાલુકાના  ટંકારીઆ ગામ ના એસ. એસ. સી. બોર્ડ કેન્દ્ર પર પણ પરીક્ષાર્થી ઓ ના ટોળે ટોળા ઉત્સાહભેર સવાર થીજ  ભેગા થઇ ગયા હતા. પરીક્ષાના સમય પહેલા ટંકારીઆ ગામના આગેવાનો જેવા કે માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઇકબાલ કબીર, ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી, ટંકારીઆ સ્કૂલ ના ચેરમેન અબ્દુલ્લાહ ભુતાવાળા, પ્રિન્સિપાલ ગુલામભાઇ પટેલ, સામાજિક કાર્યકર મુસ્તાક દૌલા, મુસ્તુફા ખોડા, Arif Bapuji વિગેરે ઓએ તમામ પરીક્ષાર્થીઓ ને ગુલાબ નું ફૂલ તથા ટોફી આપી તમામ પરીક્ષાર્થી ઓ ને શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ આપ્યો હતો. આ કેન્દ્ર માં કુલ ૬૩૦ પરીક્ષાર્થી ઓ બેઠા હતા જે માટે  સ્કૂલ માં ૨૧ બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

Bayan Program of Saiyed Mahamud Ashraf Grand son of Huzur Sarkar E Qalan [RA] at Mota padar Tankaria. which is organized by MOHADDIS E AZAM mission Tankaria.

ટંકારીઆ માં તકરીર નો પ્રોગ્રામ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મોહદ્દીસે આઝમ મિશન ના ઉપક્રમે હુઝૂર સરકારે કલા ના પૌત્ર  સૈયદ મહમુદ અશરફ અશરફીયુલ જિલ્લાની સાહેબ નો તકરીર નો પ્રોગ્રામ ગત રોજ મોટા પાદરમાં રાખવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે હઝરતે ઈસ્લાહી તકરીર ના માધ્યમ થી હાજર જનો ના ઈમાન માં તાજગી બક્ષી હતી. તેમને તેમના વક્તવ્યમાં દેશ પ્રેમ અને દેશ પ્રત્યે દિલો જાન થી  મહોબ્બત કરવાનો સંદેશો પાઠવ્યો હતો. તેમને તમામ ને પોતાના  માં રહેલી બુરાઈ ઓ ત્યાગી નેક બનવાની નસીહત કરી હતી. અને પાંચે વખત ની નમાજ પઢવાની સખ્ત તાકીદ ફરમાવી હતી. 

આ પ્રોગ્રામ નું સંચાલન ખલિફા એ શૈખુલ ઇસ્લામ ખતીબે જામા મસ્જિદ ટંકારીઆ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે કર્યું હતું. ગામ તથા પરગામ થી વિશાલ અકીદતમંદો એ હાજરી આપી પ્રોગ્રામ ને કામિયાબ બનાવ્યો હતો

 


ગામ પંચાયત ટંકારીઆ દ્વારા મેઘા તબીબી કેમ્પ નું આયોજન મોહદ્દીસે આઝમ સ્કૂલ માં આજ રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, સાંધાના અને હાડકાના રોગો, સ્ત્રી રોગો, તથા બાળકો ના રોગો નું  મફત માં નિદાન કરવામાં આવશે.