ભરૂચ તાલુકાના પરીએજ મુકામે સરબલ ક્રિકેટ ક્લબ આયોજિત નોકઓઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ રોજ ટંકારીઆ કે.જી.એન. અને પરીએજ વચ્ચે ખેલાતા ટંકારીઆ કે.જી.એન. નો પરાજય થયો હતો. પ્રથમ દાવમાં ટંકારીઆ ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવર માં ૧૯૮ રન ફટકાર્યા હતા. તેના જવાબ માં પરીએજ ની શરૂઆત ની વિકેટો સસ્તામાં પડી જવા છતાં પણ મિસફિલ્ડીંગ તથા સારા ખેલાડીઓ ના કેચ છોડી દેતા ટંકારીઆ ટિમ નો પરાજય નીવડ્યો હતો. ઇનામ વિતરણ ના પ્રસંગે રાજ્યના રમત ગમત મંત્રી ત્રિવેદી, વગર વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસીએસન ના ડેપ્યુટી ચેરમેન ઇસ્માઇલ મતાદાર, મુબારકભાઈ મિન્હાઝ દેરોલ વાળા તથા ગામ પરગામ થી નામી અનામી લોકો એ હાજરી આપી હતી. સમગ્ર સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી ના નેતૃત્વ હેઠળ થયું હતું.
Leave a Reply