Author: Mustak Daula
Mumtaz Abdulgafur Kamboliwala D/O Jariwala family passed away at Bolton UK.
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. JANAJA MAY TAKE PLACE TOMORROW AT BOLTON UK. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
મદદ માટે અપીલ
મૂળ ટંકારીઆ ના અને વડોદરા સ્થાયી થયેલા મુબારક પટેલ ઉર્ફે કાકુજી કે જેઓ વડોદરા ખાતે એપાર્ટમેન્ટ ની ચોકીદારી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર નામે તૌસીફ કે જેની ઉમર આશરે ૩૩ વર્ષ ની છે તેમને ગળા, છાતી, તથા કમર ના ભાગે કૅન્સર નું નિદાન થતા તથા સંકુચિત આવક ને લઈને કેન્સર ની બીમારી માં પહોંચી વળાતું ના હોવાથી મદદ ની અપીલ આ માધ્યમ થકી કરવામાં આવે છે. અગર આપ મદદ કરવા ઇચ્છુક હોય તો આપ આપણી કોઈ પણ પ્રકારની રકમ તૌસીફ ના મામા સસરા યુનુસ ગોદર ઉર્ફે વાય. એમ. પટેલ ને મોકલી શકો છો. વધુ માહિતી માટે તેમનો સંપર્ક નંબર ૯૯૨૪૨ ૨૯૫૫૧ પર સંપર્ક કરી શકો છો.
પરીએજ ગામે રાત્રી ક્રિકેટ ની ફાઇનલ મેચ રમાઈ
આપણા ગામના અબ્દુલ કામથી ના નેતૃત્વમાં પરીએજ ખાતે રાત્રી ક્રિકેટ નો સમાપન સમારોહ યોજાયો હતો.

ટંકારીઆ સહીત સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમી નો પ્રકોપ શરુ
આજનું તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચ્યું
સમગ્ર ભરૂચ જિલ્લામાં ગરમોનો પારો એકાએક ૪૧ ડિગ્રી ને આંબી જતા ગરમીનો કહેર વધી જવા પામ્યો છે. બપોરના સમયે ભારે લૂ ની અસર વર્તાતી હતી. અને હાલમાં સાંજ ના સાડા પાંચ વાગ્યા ના સુમારે પણ ગરમી યથાવત જણાય છે. હવામાન ખાતા ની આગાહી મુજબ આવતા ૪૮ કલાક માં સમગ્ર રાજ્ય માં હીટવેવ ની ચેતવણી જાહેર કરી છે. હિટ વેવ ને ધ્યાને લઈને લોકો ને જરૂરત વગર ઘરની બહાર નહિ નીકળવાની સલાહ જારી કરવામાં આવી છે. તદુપરાંત લોકો ને વધુમાં વધુ પાણી પીવાની, લીંબુ પાણી કે લીંબુનું શરબત જેવા પીણાં ઓ નો ઉપયોગ કરવાની તથા લૂ થી બચવાના પ્રયત્નો કરવાની સલાહ સત્તાવાળાઓ તરફથી આપવામાં આવી છે.
Haji Aabad Ahmed Akuji [Ghodiwala] father of Ilyas Abad passed away at Ghodi.
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT GHODI AFTER ASR PRAYER. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
પાદરીયા ની સીમમાં અજાણ્યા સખ્શ ની હત્યા કરેલી લાશ મળતાં ચકચાર
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ પાસે પસાર થતી નહેરની મુખ્ય કેનાલ GF ૨૮ નંબર ના ગેટ થી આશરે ૫૦૦ મીટર ના અંતરે પાદરીયાની સિમ માં એક અજાણ્યા મજુર જેવા લાગતા સખ્શ ની હત્યા કરેલ લાશ મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રી એ મજૂરી કામ અર્થે આવેલા મજુર ની પાદરીયા ગામની સીમમાં મુખ્ય કેનાલ પાસેના ખેતરમાં ગળા તથા ગુપ્તાંગ ના ભાગે તીક્ષણ બ્લડે જેવા હથિયાર થી ઈજાઓ કરી હત્યા ને અંજામ આપ્યો હતો. હત્યા ની જાણ આજે બપોરે ૧૨ વાગ્યા ના સુમારે ખેતરમાં કામ કરવા જતા લોકો એ લાશ ને જોતા કરી હતી. હત્યારા ઓ એ હત્યા કરી ભારે પથ્થર વડે લાશ ને બાંધીને નહેરમાં નાખી દીધા બાદ હત્યારા ઓ ફરાર થઇ ગયા હતા.
આ હત્યા ની જાણ પાલેજ પોલીસ મથકના પી.આઈ. પટેલ સાહેબ ને થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને હત્યા નો ગુનો નોંધી આગળ ની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

Samuh Lagna by Tankaria MITRA Mandal at Kukarmund.
Tankaria Mitra Mandal organised Samuh Lagnotsav at Kukarmunda, Total 13 needed couple has married in this camp.

TANKARIA WEATHER

