મહાસાગર ફાઉન્ડેશન તરફથી Competitive Exam માટેના વર્ગને રૂપિયા ૪,૫૦,૦૦૦ નો ખર્ચ કરી અદ્યતન બનાવી ડિજિટલ સ્માર્ટ બોર્ડ દ્વારા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરેલ છે. એમ મહાસાગર ફોઉન્ડેશન ના પ્રમુખ દિલાવરભાઈ બચ્ચા એક યાદી માં જણાવે છે. 

CLICK HERE FOR VIDEO CLIP 

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે આશરે ૭.૩૦ કલાકે ટંકારીઆ થી ભરૂચ જતી  જી. જે. ૧૮ વાય ૬૬૩૭ નંબર ની બસ ને ચાવજ પાસે ઓચિંતી આગ લગતા બસ બળી ને ખાક થઇ જવા પામી હતી. આ બસ માં મુસાફરી કરી રહેલા આશરે ૫૦ જેટલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. હજી સુધી બસ માં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

ખરી ગ્રાઉન્ડ માં આજે બે  ચેન્જિન્ગ રૂમ બનવા માટે જય રહ્યા છે. તેનું  ઉદ્ઘાટન આજે રાખવામાં આવ્યું હતું. આજ ના આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જોલવા ગામ ના સરપંચ સુલેમાનભાઈ પટેલ, ભેંસલી ના સરપંચ સાદીક્ભાઇ પટેલ, જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઇકબાલ કબીર, ભરૂચ ના મુબારક ભાણીયા, મુબારક ડેરોલવાળા, સલીમ ગોદર, હાફેઝી દયાદરાવાળા, રતિલાલ પરમાર,  સઈદસાહેબ બાપુજી, કે.જી.એન. ટીમ ના સદસ્યો, સાજીદ લારીયા, સિરાજ ઘંટીવાળા, શોકત બશેરી, સાજીદ લાલન, આરીફ બાપુજી,  માજી સરપંચ આરીફ પટેલ, અબ્દુલરઝાક બારીવાળા, બશેરી ઇશાક તથા ગામના લોકો હાજર રહ્યા હતા, સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું. આશરે સાડા પાંચ લાખ ના ખર્ચે આ બે ચેંજિંગ રૂમો બનશે. 

ભરૂચ તાલુકાના પરીએજ મુકામે સરબલ ક્રિકેટ ક્લબ આયોજિત નોકઓઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ રોજ ટંકારીઆ કે.જી.એન. અને પરીએજ વચ્ચે ખેલાતા ટંકારીઆ કે.જી.એન. નો પરાજય થયો હતો.
પ્રથમ દાવમાં ટંકારીઆ ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવર માં ૧૯૮ રન ફટકાર્યા હતા. તેના જવાબ માં પરીએજ ની શરૂઆત ની વિકેટો સસ્તામાં પડી જવા છતાં પણ મિસફિલ્ડીંગ તથા સારા ખેલાડીઓ ના કેચ છોડી દેતા ટંકારીઆ ટિમ નો પરાજય નીવડ્યો હતો.
ઇનામ વિતરણ ના પ્રસંગે રાજ્યના રમત ગમત મંત્રી ત્રિવેદી, વગર વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસીએસન ના ડેપ્યુટી ચેરમેન ઇસ્માઇલ મતાદાર, મુબારકભાઈ મિન્હાઝ દેરોલ વાળા તથા ગામ પરગામ થી નામી અનામી લોકો એ હાજરી આપી હતી.
સમગ્ર સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી ના નેતૃત્વ હેઠળ થયું હતું.