ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ [એચ. એસ. સી.]  સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલે ૯૨.૭૦% પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળાના કુલ ૧૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૧૨૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ ૧૨ કોમર્સ નું ૯૮.૪૧% તથા ધોરણ ૧૨ આર્ટ્સ નું ૮૭.૮૪% પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળાની ડાહ્યા કૌશર હબીબ અને ફરત ફરહીનબાનુ ફારુકે ૭૫૦ માંથી ૬૨૨ ગન પ્રાપ્ત કરી ૯૮.૯૨ પરસેન્ટાઈલ રેન્ક સાથે પ્રથમ અને મુન્શી અફીફાહ મહમદ આરીફ તથા ગોટલી ફિરદૌસ ઈલ્યાસે ૯૮.૩૫ પરસેન્ટાઈલ રેન્ક સાથે દ્વિતીય તથા ઘોડીવાળા તલાટી ફાતિમા અબ્દુલે ૯૮.૨૧ પરસેન્ટાઈલ રેન્ક સાથે શાળામાં તૃતીયા સ્થાન પ્રાપ્ત કરેલ છે.
શાળાના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભુતા, આચાર્ય ગુલામ પટેલ તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

આપણા ગામના અને ભરૂચ ખાતે રહેતા બાપુજી અબ્દુલ વલી ની છોકરી નામે અઝરા હાલમાં જાહેર થયેલ એસ.એસ.સી. ની પરીક્ષાના પરિણામ માં વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચ માંથી ૯૯.૮૬ પરસેન્ટાઈલ રેન્ક સાથે પાસ કરી ટંકારીઆ તથા સમાજ નું નામ રોશન કર્યું છે. અઝરા વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવાની ખેવના ધરાવે છે.

Hafezi Ibrahim Mohmed Malji [Father of Akhtar Malji] passed away………. inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11.30 pm. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen. 

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮ ની એસ.એસ.સી. ની પરીક્ષા નું પરિણામ ગત રોજ જાહેર થયું હતું જેમાં ઘી ટંકારીઆ હાઈસ્કૂલ નું પરિણામ ૭૮.૯૭% મેળવેલ છે. શાળાના કુલ ૨૧૪ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૬૯ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા.
શાળાની વિદ્યાર્થીની ભૂત આયેશાસિદ્દિકા લુકમાને ૯૮.૭૩ પી.આર. મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જયારે બીજા ક્રમે ખાંધિયા ફિઝા ઇલ્યાસ ૯૮.૬૮ પી.આર. પ્રાપ્ત કરેલ છે તેમજ તૃતીય સ્થાને પટેલ સબિના સલીમઅલ્તાફ [ગુજિયા] એ ૯૮.૬૩ પી.આર. મેળવેલ છે. તથા પટેલ રીમસાબનું મુબારકે ૯૮.૨૦ પી.આર. મેળવેલ છે. વધુમાં અન્ય વિદ્યાર્થીઓ નામે ભોજા ફાતેમા અ.રહેમાન ૯૫.૫૫ પી.આર. સાથે તથા ભડ હફશા ઇલ્યાસ ૯૪.૭૫ પી.આર. તથા દૌલા આમીરાબાનુ મુસ્તાકે ૯૩.૦૧ પી.આર. સાથે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.
શાળાના કુલ વિદ્યાર્થી ઓ પૈકી ૬ વિદ્યાર્થીઓ એ A2 ગ્રેડ તથા ૨૫ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. સાથેજ ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડના ૬૭.૫૦% જેટલા નીચા પરિણામ વચ્ચે ટંકારીઆ શાળાએ ૭૮.૯૭% પરિણામ પ્રાપ્ત કરતા સંચાલક મંડળ ના ચેરમેન અબ્દુલ્લાહ ભૂટા, આચાર્ય ગુલામભાઇ પટેલ તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી હતી.

Mastan master Ahmed Gajjar [Father of Suhel Gajjar] passed away………… inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhad bhag graveyard at 11.30 pm. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. 

આપણા ગામના રમણભાઈ છોટુભાઈ વાળંદ [માસ્ટર] ગત ગુરુવારના રોજ સી/૮ આશ્રય સોસાયટી નંદેવાર રોડ ભરૂચ ખાતે અવસાન પામેલા છે. સદગત નું બેસણું તારીખ ૫/૬/૨૦૧૮ ના મંગળવારના રોજ ઉપરોક્ત સરનામે રાખવામાં આવેલ છે એમ તેમના સુપુત્ર હર્ષદ જણાવે છે.