ઘી ટંકારીઆ હાઈસ્કૂલ નું એસ.એસ. સી. નું ૭૮.૯૭% પરિણામ
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮ ની એસ.એસ.સી. ની પરીક્ષા નું પરિણામ ગત રોજ જાહેર થયું હતું જેમાં ઘી ટંકારીઆ હાઈસ્કૂલ નું પરિણામ ૭૮.૯૭% મેળવેલ છે. શાળાના કુલ ૨૧૪ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૬૯ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા.
શાળાની વિદ્યાર્થીની ભૂત આયેશાસિદ્દિકા લુકમાને ૯૮.૭૩ પી.આર. મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જયારે બીજા ક્રમે ખાંધિયા ફિઝા ઇલ્યાસ ૯૮.૬૮ પી.આર. પ્રાપ્ત કરેલ છે તેમજ તૃતીય સ્થાને પટેલ સબિના સલીમઅલ્તાફ [ગુજિયા] એ ૯૮.૬૩ પી.આર. મેળવેલ છે. તથા પટેલ રીમસાબનું મુબારકે ૯૮.૨૦ પી.આર. મેળવેલ છે. વધુમાં અન્ય વિદ્યાર્થીઓ નામે ભોજા ફાતેમા અ.રહેમાન ૯૫.૫૫ પી.આર. સાથે તથા ભડ હફશા ઇલ્યાસ ૯૪.૭૫ પી.આર. તથા દૌલા આમીરાબાનુ મુસ્તાકે ૯૩.૦૧ પી.આર. સાથે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.
શાળાના કુલ વિદ્યાર્થી ઓ પૈકી ૬ વિદ્યાર્થીઓ એ A2 ગ્રેડ તથા ૨૫ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. સાથેજ ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડના ૬૭.૫૦% જેટલા નીચા પરિણામ વચ્ચે ટંકારીઆ શાળાએ ૭૮.૯૭% પરિણામ પ્રાપ્ત કરતા સંચાલક મંડળ ના ચેરમેન અબ્દુલ્લાહ ભૂટા, આચાર્ય ગુલામભાઇ પટેલ તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી હતી.
Leave a Reply