Moosa S/O Ahmedbhai Kagdi Natha passed away in Cape Town. Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at Panarama Masjid at 3.15 [South Africa Standard Time] may ALLAH [SWT] grant him a place in to  jannatul firdaush Ameen.  

રમઝાન માસ નો પ્રારંભ થઇ ગયો છે અને આજે ૬ થો રોઝો છે. ભર ઉનાળાના લાંબા દિવસો માં રોઝદાર ગરમી થી પરેશાન થઇ જાય છે અને સાંજ પડતા મંદ મંદ પવન વચ્ચે રોઝો ઈફ્તાર કર્યા બાદ તરાવીહ થી ફારિગ થઇ નાના ટાબરિયાંઓથી લઈને આધેડ વયના લોકો સુસવાટા મારતા પવન વચ્ચે ખુલ્લા ગગન નીચે કેરમ જેવી રમતો રમી ટૂંકી રાત્રી નો આનંદ લઇ રહ્યા છે. તથા કેટલાક લોકો મિત્રોની સાથે ગપસપ કરતા નજરે પડે છે. સ્કૂલ કોલેજોમાં અભ્યાસુ વિદ્યાર્થી મિત્રો ને તો આ વખતે મજા જ પડી ગઈ છે કારણ કે આ વખતે ઉનાળાનું વેકેશન ચાલતું હોય રાત્રે રમતોમાં મશગુલ અને દિવસે આરામ કરતા નજરે પડે છે.

બરકતવંત પવિત્ર રમઝાન માસ નો પ્રારંભ થઇ ગયો છે. ઠેર ઠેર મસ્જિદો, ઘરો, મહોલ્લાઓને રોશની થી શણગારવામાં આવે છે. ટંકારીઆ ના નવયુવાનો એ પણ જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ને શણગારી છે જે તસ્વીરોમાં નઝરે પડે છે.

ભીષણ ગરમી વચ્ચે આજે પ્રથમ રોઝો ઈફ્તાર થઇ ગયો, અલહમદો લીલ્લાહ. આશરે ૪૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રમઝાનુલ મુબારક નો પ્રથમ રોઝો ઈફ્તાર થઇ ગયો છે. રોઝદારોના ચહેરા પર એક અજીબ રોનક જોવા મળી હતી. 

 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગત રાત્રિને સુમારે પારખેત રોડ પર આવેલ અલીફ પાર્ક સોસાયટી ના છેવાડાના આવેલ ફારૂક ઉમરજી વેવલી તથા ખૈરૂન્નીશા અય્યુબ પટેલ સરનારવાળાઓના બંધ મકાનો ને તસ્કરોએ નિશાન બનાવતા ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે પારખેત તરફ જવાના છેવાડાના ઘરો માં ઘરના લોકો વેકેશનમાં બહાર ગામ ગયા હોવાનો લાભ લઈને તસ્કરો ગત રાત્રીએ ત્રાટક્યા હતા. આ બંને ઘરો ની તિજોરીઓ તોડી નાખી સમાન વેરવિખેર કરી નાખી રોકડ રકમ તથા સોનાની વીંટી લઈને પલાયન થઇ ગયા હતા. ઘર વખરીનો થોડો સમાન તસ્કરો નજીક ના ખેતરોમાં વિરવિખેર કરી છોડી ને ભાગી ગયા હતા. આ બાબતે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારીઆ તથા પંથકમાં  છેલ્લા સાત દિવસથી ગરમીનો પારો ૪૨  ડી.સે.ની આસપાસ રહેતા જિલ્લાવાસીઓ ગરમીથી હેરાન-પરેશાન થઈ ગયા છે. આ માસમાં વાદળોની અવર-જવર થતી જોવા મળે છે પરંતુ આ અવરજવર પણ ન થતા ગરમીના પ્રકોપનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે. વહેલી સવારના ૭.૦૦ થી ૯.૦૦ સુધી લોકો ઠંડકનો અનુભવ કરે છે પરંતુ લગભગ ૧૦.૦૦ વાગતાની સાથે જ તાપમાનનો પારો ઉંચે ચઢતો હોય છે. બપોરના સુમારે તો ઘર બહાર નીકળવું પણ મુશ્કેલરૃપ બની જાય છે. જેને પગલે  ગ્રામ્ય વિસ્તારના માર્ગો તથા બજારો  બપોરના સુમારે તો સુમસામ ભાસે છે.  અગાઉના વર્ષોમાં આ સમયે વાદળોની અવર-જવરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતો હતો પરંતુ, હાલ આવા કોઈ વાદળો ન દેખાતા અસહ્ય ગરમીનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે. સાંજ પડતા જ  પવનની અવર-જવરને કારણે થોડોઘણો હાશકારો  લોકો અનુભવતા હતા. પરંતુ બપોરની ગરમીથી હેરાનગતિ વધુ ભોગવવી પડે છે.   દિવસ દરમ્યાન ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. સાંજે ૭.૦૦ કલાક પછી લોકો બજાર, પાદર  તથા મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી ટહેલતા જોવા મળે છે. આ સમય દરમ્યાન ઠંડી ચીજવસ્તુના વેચાણમાં પણ ભારે વધારો નોંધાયો છે. હાલ પડી રહેલી ગરમીને ધ્યાને લઈ વરસાદ વહેલો આવશે તેવી આશા લોકો સેવી  રહ્યા છે. તથા હવે રમઝાન માસને આડે ગણતરીના દિવસો રહ્યા હોય લોકો અલ્લાહ તઆલા પાસે રહેમ ની દુઆઓ કરતા નજરે પડ્યા હતા.

અલ્લાહ તઆલા પાક પવિત્ર રમઝાન માસમાં તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તેની રહમત સાથે રોઝા રાખવાની નેક તૌફીક આપૅ અને તમામ રોજદારોને સબ્રે જમીલ અતા કરે  એજ દુઆ.