ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ [એચ. એસ. સી.] સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલે ૯૨.૭૦% પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળાના કુલ ૧૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૧૨૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ ૧૨ કોમર્સ નું ૯૮.૪૧% તથા ધોરણ ૧૨ આર્ટ્સ નું ૮૭.૮૪% પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાની ડાહ્યા કૌશર હબીબ અને ફરત ફરહીનબાનુ ફારુકે ૭૫૦ માંથી ૬૨૨ ગન પ્રાપ્ત કરી ૯૮.૯૨ પરસેન્ટાઈલ રેન્ક સાથે પ્રથમ અને મુન્શી અફીફાહ મહમદ આરીફ તથા ગોટલી ફિરદૌસ ઈલ્યાસે ૯૮.૩૫ પરસેન્ટાઈલ રેન્ક સાથે દ્વિતીય તથા ઘોડીવાળા તલાટી ફાતિમા અબ્દુલે ૯૮.૨૧ પરસેન્ટાઈલ રેન્ક સાથે શાળામાં તૃતીયા સ્થાન પ્રાપ્ત કરેલ છે. શાળાના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભુતા, આચાર્ય ગુલામ પટેલ તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
Leave a Reply