છેલ્લા બે દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામનું પાદર સરોવરમાં ફેરવાઈ જવા પામ્યું હતું. તથા સીતપોણ ગામમાં સરદાર આવાસ માં પણ પાણી ભરાઈ જતા જળબમ્બાકારના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં છેલ્લા બે દિવસોથી સતત વરસાદ પાડવાના કારણે ભૂખી ખાડી છલોછલ ભરાઈ ગઈ હતી અને ઓવરફ્લો થતા વરસાદી પાણી ટંકારીઆ ના પાદરમાં ભરાઈ ગયા હતા જેથી પાદર સરોવરમાં ફેરવાઈ જવા પામ્યું હતું. તથા આજ ભૂખી ખાડી સીતપોણ ગામ પાસેથી પણ પસાર થાય છે અને વરસાદી પાણી સીતપોણ ગામમાં સરદાર આવાસોમાં કેદ સમા ભરાઈ જતા પારાવાર નુકશાન થયાના અહેવાલો સાંપડ્યા હતા. તથા સીતપોણ ગામના સરપંચે અસરગ્રસ્તો ને ઘરોમાંથી બહાર કાઢી સલામત સ્થળે સ્થાનાંતર કરાવ્યું હતું. તથા ભૂખી ખાડી ના પાણી બાવારુસ્તમ દરગાહ પાસે પણ ઓવરફ્લો થતા પાણી રોડ પર પ્રસરી ગયા હતા જેને પગલે વાહનવ્યવહાર થાપ થઇ જવા પામ્યો હતો. આમ અનાધાર ખાબકેલા વરસાદને પગલે સર્વત્ર જળબમ્બાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

હાલમાં ધોધમાર વરસાદ ફરીથી ચાલુ થઇ ગયો છે. અને સતત વરસાદ વરસી રહ્યો છે. અલ્લાહ રહેમ ફરમાવે. અને નુકશાની થી બચાવે એવી દુઆ કરવાની દરખાસ્ત. આજ પરિસ્થિતિ અગર ચાલુ રહેશે તો નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. અલ્લાહ તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં આફિયાત ભરેલો વરસાદ નાઝીલ કરે. આમોન.

ગતરોજ સતત વરસી રહેલા વરસાદ ને કારણે ભૂખી ખાડી છલોછલ થઇ જતા વરસાદ ના પાણી ટંકારીઆ ના પાદરમાં પણ ભરાયા હતા. ગતરોજ મગરીબ વખતથી પાદર ભરાવવાનું શરુ થઇ ગયું હતું. અને હમણાં આજે બીજા દિવસે સાંજના ૪ વાગ્યે પણ હજુ પાણી છે. જે ધીરે ધીરે ઉતારતું નજરે પડે છે. તળાવ નું પાણી પણ તળાવ છલોછલ થઇ જવાને કારણે પાદરમાં ઘુસી આવ્યું હતું. જેથી હજુ સુધી પાણી પૂરું ઉતારવાનું નામ લેતું નથી. આ માટે કાઁશ ની સફાઈ પણ જરૂરી છે જેને પંચાયત દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સાફ થઇ નથી પણ લગભગ દિવાળી પછી સાફ કરવાની બાંહેધરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. સદ્દનસીબે મસ્જિદ માં પાણી ઘુસ્યા નહતા.

સવારથી પડી રહેલા સતત વરસાદ ને પગલે સીતપોણ કાઁશ તથા તળાવ ઓવરફ્લો થવાની અણી પર. ગમેત્યારે છલકાઈ જાય તો પાદર માં પાણી ભરાવાની શક્યતા. પાદરમાં દુકાન ધારકોની ચાંપતી નઝર. દુકાનદારોને સતર્ક રહેવા અપીલ.

અલ્લાહ ના ફઝલો કરમથી ટંકારીઆ નગર સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં રહેમતભર્યો વરસાદ થઇ રહ્યો છે. આ સાર્વત્રિક વરસાદ કોઈ પણ પ્રકારના તોફાન વગર એકદમ શાંત રીતે ટીપ ટીપ રણકાર સાથે સવારથી વરસી રહ્યો છે. વાતાવરણ????? એકદમ આહલાદક થઇ ગયું છે. ગરમી, બફારા વગેરેથી નગરજનોને એકદમ રાહત થઇ ગઈ છે. નગરજનો ઘરે તથા પાદરમાં બેસી વરસાદની મજા માણી રહ્યા છે. ચાઇ ની દુકાનો પર લોકો ચાઇ ની ચુસ્કી લેતા નજરે પડે છે. ગોટા તથા ભજીયા વાળાઓને તડાકો પડ્યો છે. જોકે સુરત, ડાંગ, વાપી, વલસાડ તરફ જળબમ્બાકાર ની પરિસ્થિતિ સર્જાઈ છે. નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે.

Our Tankaria daughter Dr. nasreen bha D/O Gulam Bha awarded masters in public health by Indian Institute of Public Health Gandhinager. She has prepared her thesis on validation of TeCHO+ program which is launched by state govt of Gujarat for batter implementation of program all over Gujarat.