ભૂખી ખાડી ગાંડાતૂર થતા ટંકારીઆ અને સીતપોણમાં પાણી ઘૂસ્યા

છેલ્લા બે દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામનું પાદર સરોવરમાં ફેરવાઈ જવા પામ્યું હતું. તથા સીતપોણ ગામમાં સરદાર આવાસ માં પણ પાણી ભરાઈ જતા જળબમ્બાકારના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં છેલ્લા બે દિવસોથી સતત વરસાદ પાડવાના કારણે ભૂખી ખાડી છલોછલ ભરાઈ ગઈ હતી અને ઓવરફ્લો થતા વરસાદી પાણી ટંકારીઆ ના પાદરમાં ભરાઈ ગયા હતા જેથી પાદર સરોવરમાં ફેરવાઈ જવા પામ્યું હતું. તથા આજ ભૂખી ખાડી સીતપોણ ગામ પાસેથી પણ પસાર થાય છે અને વરસાદી પાણી સીતપોણ ગામમાં સરદાર આવાસોમાં કેદ સમા ભરાઈ જતા પારાવાર નુકશાન થયાના અહેવાલો સાંપડ્યા હતા. તથા સીતપોણ ગામના સરપંચે અસરગ્રસ્તો ને ઘરોમાંથી બહાર કાઢી સલામત સ્થળે સ્થાનાંતર કરાવ્યું હતું. તથા ભૂખી ખાડી ના પાણી બાવારુસ્તમ દરગાહ પાસે પણ ઓવરફ્લો થતા પાણી રોડ પર પ્રસરી ગયા હતા જેને પગલે વાહનવ્યવહાર થાપ થઇ જવા પામ્યો હતો. આમ અનાધાર ખાબકેલા વરસાદને પગલે સર્વત્ર જળબમ્બાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*