MUBASSIRA D/O FARUK MUSA FARAT PASSED AWAY….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 9AM TODAY. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

ગુજરાત સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા માં – બહેનોને માર્ગદર્શન તેમજ જરૂરી માહિતી પુરી પાડવા માટે રવિવારના રોજ ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલમાં સરકારી યોજના જેવી કે વિધવા સહાય યોજના વિશેનો એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો.
આયોજિત કાર્યક્રમમાં વિધવા સહાય યોજના વિશેની વિસ્તૃત છણાવટ સાથેની સંપૂર્ણ  માહિતી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાકભાઇ બાબરિયા તથા સદસ્યો અફઝલ ઘોડીવાલા, સાબીર માસ્તર સાલેહ તથા આરીફ બાપુજીએ પુરી પાડી હતી. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિંદુ – મુસ્લિમ  વિધવા માં – બહેનોએ ભાગ લઇ જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા બ્રાંચ સમયાંતરે સમાજસેવાના કાર્યક્રમોનું આયોજન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરે છે…

માંહે મુહર્રમ નો ચાંદ આજે નજરે આવી ગયો છે. તમામ ને હિજરી નવા વર્ષ ૧૪૪૧ ની મુબારકબાદી. અલ્લાહ જલ્લેશાનહુ આ નવું વર્ષ તમામ મુસલમાનો માટે ખૈરો બરકત વારુ અને તમામ મુસીબતો થી હિફાઝત વારુ બનાવે, આફિયાટ વારુ બનાવે અને તમામ મુસલમાનોને તેના અમાન માં રાખે. યવમે આશુરા ૧૦ સપ્ટેમ્બર ના મંગળવારના રોજ મનાવવામાં આવશે. તથા જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યા ટંકારીઆ માં આજથી દશ દિવસ સુધી શોહદાએ કરબલા ની શાનમાં તકરીરનો પ્રોગ્રામ બાદ નમાજે ઈશા રાખવામાં આવ્યો છે.

ગત રોજ રાત્રે ભરૂચ તાલુકાના પારખેત ગામ નજીક રીક્ષા ચાલક ભરૂચ થી ટંકારીઆ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેના વાહનચાલકે ખાડા ઓ બચાવવા માટે ડીપર લાઈટ મારતા રિક્ષાચાલક ની આંખો અંજાઈ જવાથી નજીક માં ઉભેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે રીક્ષા અથડાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા ટંકારીઆ ગામના ઝોહરા ઐયુબ માલજી, હવાબીબી મહમ્મદ જારીવાળા તથા મરિયમબેન ઇસ્માઇલ ભડ ને ઈજાઓ થવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રે ભરૂચ તરફથી આવતી રીક્ષા પારખેત નજીક થી પસાર થઇ રહી હતી ત્યારે રીક્ષા ધડાકાભેર ઉભેલા ટ્રેલર સાથે ભટકતા અંદર મુસાફરી કરી રહેલ ટંકારીઆ ગામની મહિલા મુસાફરો ના હાથે અને પગે ફ્રેક્ચર થઇ જવા પામ્યું હતું. તેઓને ભરૂચ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. એકદમ બિસમાર થઇ ગયેલા આ રસ્તા પર ખાડા બચાવવા માટે વાહનચાલકો રાત્રી દરમ્યાન અવારનવાર નાના મોટા અકસ્માતોનો ભોગ બને છે. તો આ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ ક્યારે થશે એમ લોકો ના મુખે ચર્ચાઈ રહ્યું છે. લોકમુખે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે સમગ્ર ભરૂચ જિલ્લાના રસ્તાઓનું નવીનીકરણ થઇ ગયું છે તો આ હિંગલાથી પાલેજ સુધીના રસ્તા પ્રત્યે ઓરમાયું વર્તન શા માટે?

આજે સવારથી જ ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો આખો દિવસ છવાયેલા રહ્યા છે. અને હમણાં અસર ની નમાજ બાદ પણ એજ પરિસ્થિતિ છે.