Aminaben Kadava Mother of Yakubbhai Kadva passed away…. inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will be held tomorrow 930am at Bhadbhag graveyard. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં આજરોજ મહેમાની ની દાવત નો પ્રોગ્રામ હાજી ઇમરાન અય્યુબ ઠેબા દ્વારા રાખવામાં આવ્યો હતો. હાજી ઇમરાન અને તેમના અહલ્યા ચાલુ વર્ષે હજ માં ગયા હતા.

આજે સમગ્ર ભારત ૭૩ મોં સ્વતંત્ર દિવસ માનવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પણ ૭૩ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ટંકારીઆ ગામ પંચાયતના પટાંગણમાં સરપંચ આરીફ પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટંકારીઆ ગામની વિવિધ શાળાઓ સહીત ઇસ્લામિક ઈડારાઓ માં ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો. ટંકારીઆ ગામની મુખ્ય કન્યાશાળા ના પટાંગણમાં તથા આઈ. એન. વિદ્યાલય ટંકારીઆ માં ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ મરિયમબેન અભલી ના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ના અધ્યક્ષ સહીત સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, તેમજ ગામ પંચાયત ના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચી પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું.

હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ દ્વારા તેમના પુત્ર ઇસ્માઇલ અલૈહિસ્સલામ ની  ત્યાગ બલિદાન અને સમર્પણ ની યાદ ને તાજી કરતા ઈદુલ અદહા પર્વની ટંકારીઆ સહીત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ખુબજ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદુલ અદહા પર્વ નિમિતે સવારમાં ટંકારીઆ ની જામા મસ્જિદ સહીત વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાના ગળે મળી ઈદ ની મુબારકબાદી પેશ કરી હતી. જામા મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે દેશ અને દુનિયામાં અમન, ભાઈચારો અને શાંતિ કાયમ રહે તે માટે દુઆઓ ગુજારી હતી. તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ના ઇમામ સાહેબ હાફેઝ કારી સલીમ સાહેબે તથા પાટણવાળા બાવા સાહેબે પણ અમન અને શાંતિ ની દુઆએ ગુજારી હતી. તથા ટંકારીઆ ગામની અન્ય મસ્જિદોમાં પણ અમન, શાંતિ ની દુઆઓ ગુજારી હતી. તેમજ ટંકારીઆ તથા પંથકના ગામો જેવાકે કંબોલી, વરેડીયા, સાંસરોદ, સીતપોણ, મેસરાડ વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદુલ અદહા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

આ પર્વ દરમ્યાન પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલે ટંકારિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને ખુબજ શાંતિપૂર્ણ માહોલમાં ઈદુલ અદહા પર્વની ઉજવણી થઇ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ગામના સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન, જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તમામ બિરાદરોને ઈદ શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા.

આજે ઈદ મનાવતા તમામ ભાઈ બહેનોને ઈદ ઉલ અડહા મુબારક. સમગ્ર ભારત માં આવતી કાલે ઈદ ની ઉજવણી કરવામાં આવશે. હાલમાં વરસાદ પાડવાનું ચાલુ છે અને પાદર માં ધીમે ધીમે ફરીથી પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. અલ્લાહ તઆલા રહેમ ફરમાવે. અને આફિયાટ ની સાથે ઈદ ની ખુશિયાં અતા ફરમાવે. આમીન. અતિભારે વરસાદને પગલે સતત ચોથી વખત ચાલુ સીઝનમાં પાણી પાદરમાં ભરાયા છે.