માશા અલ્લાહ હુજજાજોનો કાફલો મદીના શરીફ માં પહોંચી ગયો છે. મદીના શરીફની ફીઝાઓનો લુત્ફ હુજજાજો ઉઠાવી રહ્યા છે. અલ્લાહ તેમની સફર ને કબૂલ મકબુલ કરે.

ટંકારીઆ માં ધમાકેદાર વરસાદ પાડવાનો ચાલુ થઇ ગયો છે. હળવા પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ખેડૂત ખુશખુશાલ મુદ્રા માં જોવા મળ્યો છે. લગભગ એક કલાક વરસાદ પડ્યા બાદ થંભી ગયો છે પરંતુ વાદળોનું રૂખ એમ બતાવે છે કે હજુ પણ વરસાદ પડશે. ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અલ્લાહ રહેમનો વરસાદ નાઝીલ કરે એવી દુઆ.

May Allah’s blessing light your way, strengthen your faith and bring joy to your heart as you praise and serve Him today, tomorrow and always. Hajj Mubarak. Photo by Usman Bhuta from Madina.

આજે મગરીબ ની નમાજ બાદ ટંકારીઆ માં ભારે વરસાદ થતા ગરમી અને બફારામાં ભારે રાહત થઇ ગઈ છે. ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેને કારણે હાલમાંજ વાવણી કરેલ પાક ને ઘણો ફાયદો થઇ જશે.