મર્હુમ હનીફભાઈ ગુલામભાઈ મઢી (લાર્યા કોલોની, પાદરીયા રોડ) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે .إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ અલ્લાહ તઆલા મર્હુમને જન્નત-ઉલ-ફિરદોસમાં આલા દરજ્જો આપે અને પરિવારજનોને સબ્ર-એ-જમીલ અતા કરે. આમીન. જનાજાની નમાઝ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે પીર હાશિમ શાહ કબ્રસ્તાનમાં થશે.

Marhum Hanif Gulambhai Madhi (Larya Colony, Padariya Road) has passed away. إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ May Allah grant him the highest ranks in Jannat-ul-Firdous and bestow sabr-e-jameel upon the family. Ameen. Janaja Prayer will be held at Peer Hashim Shah Graveyard on Monday 10:30 am.

ટ્રેડકિંગ્સ ગ્રુપ ઓફ ઝામ્બિયા (બિગ ટ્રી અને અન્ય કોર્પોરેટ વ્યવસાયો) એ આપણાં સમાજના દિગ્ગજ ઇકબાલભાઈ દહેગામવાલા અને કંથારિયાના નોમાની પરિવાર નું સાહસિક ગ્રુપ ની માલિકીનું છે.

1995માં આ ગ્રુપની નમ્ર શરૂઆતથી, ટ્રેડકિંગ્સ ગ્રૂપ એક પાવરહાઉસ તરીકે વિકસિત થયું છે, જેમાં 91 બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે, જે વિવિધ શ્રેણીઓમાં દક્ષિણ આફ્રિકન બજારોને પૂરી પાડે છે.

નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા એમને હંમેશા નમ્રતા અને પ્રગતિની ભાવના સાથે સબ-સહારન પ્રદેશની સેવા કરવા પ્રેરિત કરે છે.

ટ્રેડકિંગ્સ ગ્રૂપ ઝામ્બિયન સાહસિકતાનું ગૌરવપૂર્ણ પ્રતીક છે અને સબ-સહારા આફ્રિકામાં સૌથી મોટા FMCG ઉત્પાદકોમાંનું એક છે. 1995 માં શરૂ થયેલી નવીનતાના સમૃદ્ધ ઇતિહાસથી સજ્જ, આ બ્રાન્ડે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોના વ્યાપક પોર્ટફોલિયો દ્વારા લાખો આફ્રિકનોના દૈનિક અનુભવોને સમૃદ્ધ બનાવ્યા છે.

ઝામ્બિયા અને સમગ્ર આફ્રિકામાં ‘જીવનમાં સુધારો કરવા’ માટે સમર્પિત, તેઓ એક પ્રણાલીગત અભિગમ અપનાવે છે, મૂળ કારણોને સંબોધીને કાયમી અસર ઊભી કરે છે. એમના પ્રયત્નો અને સર્વગ્રાહી દ્રષ્ટિ સાથે, આ ગ્રુપ હવે અને ભવિષ્યમાં સકારાત્મક પરિવર્તન માટે સ્વ-ટકાઉ ઇકોસિસ્ટમ બનાવવાની આશા રાખે છે.

ટ્રેડકિંગ્સ ઝામ્બિયા સરકાર પછી સૌથી વધુ લોકોને રોજગારી (લગભગ 50000) પૂરી પાડતી કંપની છે.

ઝામ્બિયાના રાષ્ટ્રપતિ દ્વારા તેમની એક ફેક્ટરીની મુલાકાત હાલમાં લેવામાં આવી હતી.

આ ગૃપ દ્વારા ચેરિટીઝના અને વિકાસના ઘણા પ્રસંશનીય કામો કરી લોકોને રોજી-રોજગાર પૂરો પાડી વિકાસમાં મોટો ફાળો આપ્યો છે.

ટંકારીઆ ગામના એન્જિનિયર અમીન ઇપલી ( white Safety helmet સાથે) કંપનીના અન્ય કર્મચારીઓ સાથે ઝામ્બિયાના રાષ્ટ્રપતિની તેઓની ફેકટરી મુલાકાતના સમયે નીચેના ફોટોમાં નજરે પડે છે.

આપણા ગામના હનીફ મુસા નાથલીયા કે જેઓને ગઈ કાલે અસરની નમાજ બાદ હાર્ટએટેક આવતા તેઓને વડોદરા ખાતે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓની તબિયત સ્થિર છે. તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આપ સૌને તેઓની તંદુરસ્તી સાથે શિફાની દુઆઓ કરવા અપીલ કરવામાં આવે છે. યા પાક પરવરદિગાર……. હનીફ મુસાની તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે. (તંદુરસ્તી આપનાર) તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલા છે. 

અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્..