Mohmedhanif Suleman Ipli (Brother of HafezGulam, Usman condoctor, Basir) passes away… Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 10pm. May ALLAH (SWT) grant the best place in jannatul firdaush.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલેજથી ચાવજ સુધી મીઠા પાણીની લાઈન લઇ જવામાં આવી છે. જેને પગલે આપણા ગામમાંથી પસાર થતી આ લાઈનના મોટા મોટા પાઇપો નાંખવા માટે ખોદકામ કરી મુખ્ય રસ્તાને નુકશાન થયું હતું. સદર કામ પૂરું થતા ગામના સરપંચ – ડેપ્યુટી સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક આ નુકશાન પામેલા રસ્તાનું નવીનીકરણ કરાવી રસ્તો એકદમ સરસ અને સુઘડ બની જવા પામ્યો છે.

આથી મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆના તુલ્બાઓ તથા વાલીઓને જાણ કરવામાં આવે છે કે, આગામી તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ ને ગુરુવારના રોજ મદ્રસ્સાનું ૬ માસિક ઈમ્તિહાન રાખવામાં આવેલ છે. ત્યારબાદ તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ ને શુક્રવારથી ૦૨ નવેમ્બર ૨૦૨૫ ને રવિવાર સુધી મદ્રસ્સાનું વેકેશન રહેશે. તારીખ ૦૩ નવેમ્બર ૨૦૨૫ ને સોમવારથી મદરસો રાબેતા મુજબ શરુ થશે.