એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. હાઈસ્કૂલ, ટંકારીઆમાં વાર્ષિક ઇનામ-વિતરણ પ્રોગ્રામ યોજાયો
તા.૦૭/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆ શાળાના મદની હોલમાં એપ્રિલ-૨૦૨૫ જૂનિયર કેજી થી લઈ ધોરણ – ૧૦ સુધીના માં ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો અબ્દુલભાઈ કામઠી (સામાજિક કાર્યકર), હસનભાઈ, અબ્દુલભાઈ ટેલર (તાલુકા પંચાયતના સભ્ય), મંગુભાઈ વસાવા (સરપંચ), જાકીરભાઈ ઉમટા (માજી સરપંચ) તેમજ વિદ્યાર્થીઓ વાલીઓ (માતા-પિતા) ખુબજ ઉત્સાહભેર કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના કરાટેના શિક્ષક કાર્યક્રમ ઉપસ્થિત રહી વાલીઓને કરાટે મહત્વ સમજાવ્યું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી મૌલાના અબ્દુલરજ્જાક અશરફી ધ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઇશાક પટેલ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંકે પાસ થનાર નાના ભૂલકાઓ એલ.કેજી થી લઇ ધોરણ : ૧૦ના વિદ્યાર્થીઓને ઈમાન રૂપે કવર આપવામાં આવ્યાં. અને હાઉસીસ કોમ્પિટિશનના વિજેતા ઓને પ્રમાણપત્ર તથા મેડલ આપવામાં આવ્યાં. ત્યાર બાદ શાળાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. શાળાનાં આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે શિક્ષક અને માતા-પિતા સાથે મીટીગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઝળહળતું પરિણામ લાવવા બદલ દરેક તેજસ્વી તારલાઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અંતે શાળાના શિક્ષકશ્રી પટેલ મુસ્તાક સાહેબે આવેલ મોંઘેરા મહેમાનોને હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

TANKARIA WEATHER

























