ટંકારીઆમાં રાત્રિની રોનક
રમઝાન મહિનાની રાત્રિની રોનકની ઝલક માટે અમારી ટીમ ગામમાં ફરી હતી, પરંતુ પહેલા જેવી રોનક હવે ધીરે ધીરે લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. આજથી થોડા વારસો પહેલા રમઝાનમાં શેરીએ શેરીએ નવયુવાનો કેરમ તેમજ ઇત્યાદિ રમતોમાં વ્યસ્ત દેખાતા હતા અને રાત્રિનો માહોલ અનેરો જોવા મળતો હતો. પરંતુ આજના ડિજિટલ યુગમાં બસ ગણ્યાગાંઠ્યા યુવાનો નજરે પડ્યા હતા. હાલનું યુવાધન પણ ડિજિટલ યુગમાં ડિજિટલ થઇ ગયું છે. મોટાભાગના નવયુવાનો મોબાઈલમાં વ્યસ્ત થઇ ગયા છે. પાદરમાં પણ તેની રોનક નહિવત જોવા મળી રહી છે. હા… આજુબાજુના ગામના યુવાનો રાત્રે ચા ની ચુસ્કીઓ લેવા પાદરમાં જમા થાય છે.





TANKARIA WEATHER


