HAJI MUSABHAI UMARJI GODER [BROTHER OF HASANMASTER GODER] passed away at Bolton, Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

In Tankaria [India] sitting arrangement kept in Hasanmaster Goder home at Aman colony. 

આપણા ગામના ઇબ્રાહીમભાઇ બોડા [બોડા મૌલાનાસાહબ ના ભાઈ] ગતરોજ રાત્રે તેમની એહલ્યા ફરજાનાબેન સાથે રિયાધ થી દમામ ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમ્યાન તેમની ગાડીનું ટાયર ફાટતા ફરજાનાબેન ઇબ્રાહિમ બોડાનું સ્થળ પર અવસાન થયું છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. તેમજ ઇબ્રાહીમભાઇ બોડાને સામાન્ય ઈજાઓ થઇ છે.
ટંકારીઆમાં તેમનું બેસણું અઝીઝમાસ્ટર બોડાને ત્યાં [કુમારશાળા – પીપળા સ્ટ્રીટ] રાખેલ છે.

Our village’s Ibrahimbhai Boda [Boda Maulana Sahab’s brother] was traveling from Riyadh to Dammam in a car with his wife Farjanaben last night when the tire burst. Farjanaben Ibrahim Boda died on the spot…Inna lillahe wainna ilayhe rajeun. Ibrahimbhai Boda also suffered minor injuries but recovering.

આગામી હોળીનો તહેવાર અને રમઝાન માસને ધ્યાનમાં રાખી આજરોજ ટંકારીઆ ગ્રામ પંચાયત કચેરીમાં પાલેજ પી.આઈ. કોમલબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પી.આઈ.એ પોતાના સંદેશમાં આગામી હોળી-ધુળેટી તથા રમઝાન માસનો મહિનો ચાલતો હોય, તમામને શાંતિપૂર્વક પોતપોતાના તહેવારો ઉજવવાની અપીલ કરી હતી. શાંતિ અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ મિટિંગમાં પાલેજ પી.આઈ. કોમલબેન વ્યાસ ઉપરાંત તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતા તથા તલાટી ઘનશ્યામભાઈ તથા ગામ આગેવાનો હાજર રહ્યા હતા.