ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચ થી પાલેજ તરફ જતા મેઈન રોડ પર અડોલ ચોકડી પાસે મુખ્ય રસ્તાની નીચેથી પસાર થતી ભૂંગળા  વાળી ગટરની એકબાજુનો ભાગ ધરાશાયી થઇ ગયો છે. જેને કારણે રસ્તાની નીચેના ભૂંગળાને મોટું નુકશાન થયું છે. આ પહેલા ગામના વહીવટદારે અને તલાટીએ પી.ડબ્લ્યુ.ડી. ના અધિકારીઓને લેખિતમાં પણ જાણ કરેલ હોવા છતાં તેની મરમ્મત ના થતા આખરે ગત રોજ  દીવાલ ધરાશાયી થઇ ગઈ છે. અને ભવિષ્યમાં પણ જો આનું મરમ્મત કરવામાં નહિ આવે તો મુખ્ય રોડ ની નીચેના ભૂંગળાઓ ક્ષતિગ્રસ્ત થઇ જશે તો આખો મુખ્ય રસ્તો બંધ કરવો પડશે એવી ભીતિ સેવાઈ રહી છે. અત્રે જણાવવું જરૂરી છે કે, આ ગટર ની બિલકુલ નજીક સરકારી શાળાઓ પણ આવેલી છે અને શાળાના વિદ્યાર્થીઓને કોઈ જાનહાની ના થાય તથા ભરૂચ થી પાલેજ તરફ જતો મુખ્ય રસ્તો બંધ ના થઇ જાય તે હેતુ તંત્ર તાત્કાલિક ધોરણે સમારકામ કરે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

BIBIBEN MOHAMMED BAMBAIYAAH………. [MOTHER OF YUSUF BAMBAIYYAH] passed away in Tankaria…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Segva village at 3pm today. May ALLAH [SWT] grant a place in Jannatul firdaush. Ameen. 

ઝુબેર સડથલાવાલા કે જે ભાઈ થોડા સમયથી મોટી બીમારીના શિકાર બન્યા હતા. પ્રથમ તે ભાઈને પેટના આંતરડામાં પ્રોબ્લેમ ઉભો થયો અને ત્યારે આપણે આ માધ્યમથી તેમના પેટના ઓપરેશન માટે મદદ ની અપીલ કરી હતી અને આપ સખીદાતાઓની મદદથી તેમનું આંતરડાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. ત્યારબાદ આજ ભાઈને થોડા સમય પછી ઝડબાનું કેન્સર ડિટેકટ થયું હતું. આ ગંભીર બીમારીને સાજી કરવા માટે તેને ઝડબાની શસ્ત્રક્રિયા કરવાની થતી હોય ફરીથી આ બીમારીની સારવાર અર્થે આપ લોકોને મદદની અપીલ આ માધ્યમથી કરવામાં આવી હતી અને અલહમદુલીલ્લાહ આપ લોકોની મદદથી આ ભાઈની તમામ શસ્ત્રક્રિયા સારી રીતે પાર પડી ગઈ હતી. હાલમાં તે ભાઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે આવી ગયો છે. આ ભાઈ હર્ષના આંસુ સાથે આપ તમામ સખીદાતાઓનો આભાર વ્યક્ત કરતા થાકતો નથી. અલ્લાહ તબારક વ ત’આલા આપ તમામ સખીદાતાઓની સખાવત કબૂલ ફરમાવી તેનો બદલો બંને જહાંનોમાં અર્પે અને તમામને તંદુરસ્તીની અઝીમ ને’મત અતા કરે. આમીન……

Wedding ceremony of Hafiz Mubeen and Mubisha (daughter of Haji Ajaz Kabir) was held today in Preston, UK. On behalf of all My Tankaria visitors, we would like to congratulate newly wed couple and their families.

Here are some pictures from the event. Many thanks to Anis Bhai Degmaster for sharing pictures with the community.

NAZIM SIDDIK AHMED MADHI passed away..Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard at 10.30pm today. May ALLAH [SWT] grant a place in Jannatul firdaush. Ameen. 

વાંસદા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક સમારોહ કાર્યક્રમ તારીખ ૫મી સપ્ટેમ્બરના રોજ વાંસદા ખાતે યોજાયો હતો. વાંસદા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાયેલ આ શ્રેષ્ઠ શિક્ષક સમારોહમાં આપણા ગામના મોઈનુદ્દીન ઇસ્માઇલ [મુસ્તાકમાસ્ટર] રખડાને વિજ્ઞાનના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું છે. તેમને ટી.ડી.ઓ. દ્વારા શાલ ઓઢાડી તેમજ ટ્રોફી અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

આપણાં દેશમાં દર વર્ષ પાંચમી સપ્ટેમ્બરના દિવસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. જેઓ માત્ર એક રાષ્ટ્રપતિ જ ન હતા પરંતુ એક મહાન શિક્ષક પણ હતા. જેમને શિક્ષણ પ્રત્યે ગાઢ નિષ્ઠા અને ઊંડો વિશ્વાસ હતો. જેના ભાગ રૂપે એમ.એ.એમ. પ્રાયમરી એન્ડ એમ.એ.એમ. હાઈસ્કુલ અંગ્રેજી માધ્યમ, ટંકારીઆ. દ્વારા તા. ૦૫/૦૯/૨૦૨૩ ને મંગળના રોજ શિક્ષક દિનની શાનદાર ઊજવણી કરવામા આવી હતી. એ દિવસે શાળાનું સમગ્ર સંચાલન અત્રેની શાળાના ધોરણ ૬ થી ૧૦ ના ખાસ પસંદ કરાયેલા ૩૪ વિદ્યાર્થીઓએ સંભાર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સવારથી ખુબ જ ઉમંગ અને ઉત્સાહમાં રંગબેરંગી પરિધાનમાં જઈને આત્મવિશ્વાસ સાથે શિક્ષણકાર્ય કરાવ્યુ હતું. અંતે બધાજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના મદની હોલમાં એકત્ર થઇ પોતપોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું અને તારવ્યુ હતું. કે એક સાચા શિક્ષક તરીકે શિક્ષણકાર્ય કરાવવું કેટલું કઠિન છે. શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને તેમની શિક્ષક તરીકે ફરજ સુંદર રીતે બજાવવા બદલ અભિનંદન આપી શિક્ષકોનું જીવનમાં શું મહત્વ છે તેમજ શિક્ષક વિના જીવનરૂપી નાવ કેવી હાલક ડોલક થઈ જાય છે. તેના પર વિદ્યાર્થીઓને ઊંડી સમજ આપી હતી. શાળા પરિવાર તેમજ બાળકોઓએ ધામધૂમથી રંગે-રંગાઈને ઉજવણી કરી. આ સ્પર્ધામાં જે બાળકોએ ભાગ લીધો હતો તેમને બે ભાગમાં નિર્ણાયકો ધ્વારા નીરક્ષણ કર્યા બાદ કેજી વિભાગમાંથી હીરાવાલા ફાતેમા અને પટેલ હુમેરા પ્રથમ ક્રમાંકે તથા પઠાણ મહેનુર દ્રિતીય ક્રમાંકે અને પટેલ અશેફા તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થયા હતા. જયારે પ્રાયમરી અને સેકન્ડરી વિભાગમાંથી બાપુ સાયમાં ઈકબાલ પ્રથમ ક્રમાંકે ઓટલાવાળા દ્રિતીય ક્રમાંકે જાંગીડ કૈલાસ તથા કડુજી મેહરાજ તૃતીય ક્રમાંકે રહ્યા હતા. અંતે પટાવાળાની ફરજ બજાવનાર વિદ્યાર્થીઓને તેમને વિશેષ અભિનંદન આપી સમૂહ ઉપહાર લઇ સૌએ વિદાય લીધી હતી.

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ થવાથી કપાસ, તુવર જેવા પાકો પર અસર જોવા મળી રહી છે. આ વર્ષે ઓગસ્ટ માસમાં દાયકાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. સાથે સાથે વાતાવરણ ઉનાળા જેવું થઇ જતા લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ભર ચોમાસે વરસાદ ઊંચે ચઢી જતા ટંકારીઆ તથા પંથકમાં ઉનાળાનો ભાસ થઇ રહ્યો છે અને ભારે બફાળાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂત ભાઈઓ સતત ચિંતિત અવસ્થામાં દેખાઈ રહ્યા છે. પોતાના ખેતરોમાં કરેલ વાવણી બાદ છેલ્લા એક મહિનાથી નહિવત વરસાદ પડતા અને વરસાદ ખેંચાતા વાવણી ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે. વળી હવામાનખાતાએ જાણ કરી છે કે હાલમાં ચોમાસાને સક્રિય કરી શકે તેવી કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ નથી એટલે સપ્ટેમ્બરના મધ્ય સુધી કોઈ નોંધપાત્ર વરસાદ થવાની શક્યતાઓ ધૂંધળી છે.
અલ્લાહ ખેર કરે, અને તેની રહેમતનો વરસાદ વરસાવી ખેત – ખલીયાનોને તૃપ્ત કરી ખેતીમાં બરકતો આપે. આમીન…..