1 2 3 5

ANAS ABDULLAH KHANDHIYA [COUSIN OF SALIM KHANDHIA BANKWALA] passes away at Bharuch. Inna Lillahe Wainna Ilayhe Rajeun. His Namaj e janaja will held at Bhadbhag graveyard at 4pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen. 

કસ્બા ટંકારીઆમાં તારીખ ૨૮ સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ ઇસ્લામી તારીખ ૧૨ રબીઉલ અવ્વલ ના રોજ ઈદ એ મિલાદ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. કસ્બાની વિવિધ મસ્જિદોમાં સવારે સાડા ચાર વાગ્યાથી નાત શરીફ અને સલાતો સલામ માટે મોટી સંખ્યામાં આશિકાને નબી ભેગા થઇ ગયા હતા. આ સિલસિલો ફજરની અઝાન સુધી ચાલુ રહ્યો હતો. ફજરની નમાજ અદા કરી સવારે સાડાસાત વાગ્યે પાટણવાળા બાવા સાહેબના મકાનેથી બાવાની સદારતમાં આખા ગામમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જે સમગ્ર ગામમાં ફરી “સરકાર કી આમદ મરહબા” જેવા ગગનચુંબી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું અને મુખ્ય બજારમાં જામા મસ્જિદ પાસે જુલૂસની પુર્ણાહુતી થઇ હતી. જાયરીનોએ જામા મસ્જિદમાં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના ઝુલ્ફે મુબારકની જિયારત કરી ફૈઝીયાબ થયા હતા.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨ ચાંદ સુધી ઈશાની નમાજ બાદ જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાનમાં શાનદાર બયાનો પણ કરવામાં આવ્યા હતા. તેમજ ગામના નવયુવાનો દ્વારા ગામની વિવિધ મસ્જિદોમાં તેમજ મુખ્ય બજાર, પાદર તેમજ રસ્તાઓ ઉપર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નવયુવાનો એક બીજાને ઈદ એ મિલાદની શુભેચ્છાઓ પાઠવતા પણ નજરે પડ્યા હતા.

આજ રોજ તારીખ : ૨૩/૦૯/૨૦૨૩ ને શનિવાર ના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઇસ્કુલ, ટંકારીઆના વિદ્યાર્થીઓ ધ્વારા શાળાના મદની હોલમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણીના ભાગ રૂપે પ્રશ્નોત્તરી સ્પર્ધા તથા નાત શરીફ સ્પર્ધા રાખવામાં આવી જેમાં ધોરણ ૧ થી ૯ ના બાળકોએ હાઉસ મુજબ ભાગ લીધો. પ્રથમ પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમાંકે યલો હાઉસ, દ્રિતીય ક્રમાંકે રેડ હાઉસ અને તૃતીય ક્રમાંકે ગ્રીન અને બ્લુ હાઉસ વિજેતા થયા હતા. ત્યાર બાદ નાત શરીફ સ્પર્ધામાં ધોરણ ૧ થી ૩ અને ધોરણ ૪ થી ૬ અને ધોરણ ૭ થી ૯ ગ્રુપ પ્રમાણે કુલ ૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં ધોરણ ૧ થી ૩ પ્રથમ ક્રમાંકે શેખ સનાખાતુન, દ્રિતીય ક્રમાંકે ચેતન સુફીયાન, તૃતીય ક્રમાંકે સૈયદ ફિદાફાતેમા અને ચોથા ક્રમાંકે પટેલ મુહંમદ રહમતુલ્લાહ અને ધોરણ ૪ થી ૬ પ્રથમ ક્રમાંકે ઘોડીવાલા આતીયા, દ્રિતીય ક્રમાંકે બોડાવાલા આતિફ, તૃતીય ક્રમાંકે ડેલાવાલા નાજીયા અને ચોથા ક્રમાંકે પટેલ આયશા અને ધોરણ ૭ થી ૯ પ્રથમ ક્રમાંકે શેખ ઝાહીદ, દ્રિતીય ક્રમાંકે બસેરી મુહંમદ, તૃતીય ક્રમાંકે પટેલ અમાન, ચોથા ક્રમાંકે પઠાણ નેઅમત અને કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે મો. અબ્દુરલ રજ્જાક સાહેબ અશરફી અને હાફેજ સલીમ સાહેબે ફરજ બજાવી હતી. કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહંમદ પટેલ, મો. અબ્દુલ રજ્જાક સાહેબ, યાકુબભાઈ બોડાં, ઇપલી ઉસ્માનભાઈ અને ટંકારીઆ ગ્રામ પંચાયત માજી સરપંચ જકીરભાઈ ઉમતા અને શાળાના ટ્રસ્ટીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. મો. અબ્દુલ રજ્જાક સાહેબે ઈદે મિલાદુન્નબીનું મહત્વ બાળકોને વિસ્તાર પૂર્વક સમજાવ્યું હતું. અંતે શાળા આચાર્યએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ પછી ફાતેહા ખ્વાની કરી તમામ બાળકો અને શાળાના શિક્ષકો તથા ટ્રસ્ટીમંડળને ન્યાઝ ખવડાવામાં આવી.

1 2 3 5