રમઝાન માસ લગભગ અડધો થઇ જવા આવ્યો છે. મુસ્લિમ બિરાદરો આ પવિત્ર માસમાં રોઝા, નમાજ, ઝિક્ર, કુરાન શરીફનું પઠન વિગેરેમાં વ્યસ્ત નજરે પડે છે. અને હમણાં વાતાવરણ પણ સમશિતોષ્ણ રહેતું હોય રમઝાનના ઉપવાસમાં પણ તકલીફો રહેતી નથી. અલહમદો લીલ્લાહ… અને રાત્રે તરાવીહ બાદ દોસ્તો, બિરાદરો સાથે બેસી ચર્ચા કરતા બિરાદરો નજરે પડે છે.

ટંકારીઆ ગ્રામ પંચાયતની નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં મદની પાર્ક સોસાયટી [પાદરીયા રોડ] માં ૧૫માં નાણાં પંચની ૨૦૨૨-૨૩ ની બેઝિક ગ્રાન્ટમાંથી આશરે ૪,૯૫,૦૦૦/- ની રકમનો સી.સી. રોડ તથા આશરે ૨ લાખ રૂપિયા ની ડ્રેનેજનું કામ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. જેનો લોકાર્પણ વિધિનો કાર્યક્રમ આજરોજ તારીખ ૩/૪/૨૩ ને સોમવારે બપોરે ૩ કલાકે મદની પાર્ક સોસાયટી [પાદરીયા રોડ] માં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માજી સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા તથા વહીવટદાર હરનીશભાઈ, તલાટી ઉમેશભાઈ તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી જિલ્લા પંચાયત સભ્ય મકબુલ અભલી તેમજ મદની પાર્ક સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી સોસાયટીના ગૂંચવાયેલા પ્રશ્નનું નિરાકરણ થતા મદની પાર્ક સોસાયટીના રહીશોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. ગ્રામ પંચાયતની આ કામગીરીની સરાહના કરતા ત્યાંના રહીશોએ સંતોષ વ્યક્ત કરી માજી સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતાને સન્માનપત્ર આપી સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ તબક્કે હું ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા મદની પાર્ક સોસાયટી ના તમામ રહોશોનો તેમજ ખાસ ડોક્ટર એઝાઝ કીડી સાહેબનો સાથસહકાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
માજી સરપંચ – ટંકારીઆ.