There has been a sudden change in the atmosphere since afternoon. Monsoon-like cloudy weather has developed. The forecast of the weather department has come true. The atmosphere has become like a monsoon evening. Wind speed is also likely to blow at a speed of 30 to 40 kmph. And unseasonal rains fall whenever.

વાતાવરણમાં અચાનક પલટો
બપોરથી વાતાવરણમાં અચાનક પલટો જણાયો છે. ચોમાસા જેવું વાદ્લછ્યું વાતાવરણ સર્જાયું છે. હવામાન ખાતાની આગાહી સાચી ઠરી છે. ચોમાસાની સાંજ જેવો માહોલ થઇ જવા પામ્યો છે. પવનની ગતિ પણ ૩૦ થી ૪૦ કી.મી./કલાક ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. અને કમોસમી વરસાદ ક્યારે પણ ખાબકી પડે એમ છે.

ટંકારીઆ ગ્રામ પંચાયતની નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં મોટા પાદર તળાવના કિનારે ગ્રામ પંચાયતના સાફ સફાઈના સાધનો [ટ્રેક્ટર, ટાટા એસ ટેમ્પો] વિગેરે ના જાણવણી માટે પાર્કિંગ શેડ [પતરાનો] ઉભો કરવામાં આવ્યો છે જેથી આ સાધનોની લાંબા સમય સુધી જાણવણી થાય અને ગામને લાભવંતા થતા રહે. આ કામ પંચાયતના સ્વ-ભંડોળ માંથી આશરે એક લાખ છ હાજર રૂપિયા ના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું.
ઝાકીરહુસેન ઉમતા
વિદાય લેતા સરપંચ

The Navsarjan Vikas Panel of Tankaria Gram Panchayat has now set up a parking shed [Patrano] on the banks of Mota Padar Lake for the maintenance of cleaning equipment [Tractor, Tata S Tempo] etc. of the Gram Panchayat so that these equipment can be maintained for a long time and continue to benefit the village. . This work was completed at a cost of about one lakh six present rupees from the Panchayat’s own funds.
Zakirhusen Umta
Departing Sarpanch of Tankaria.

આજરોજ તારીખ : ૧૧/૦૩/૨૦૨૩ ને શનિવાર ના રોજ એમ.એ.એમ. હાઈસ્કૂલના ટંકારીઆના મદની હોલમાં ધોરણ : ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી મંડળ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝાકીરભાઈ ઉમતા અને શાળા આચાર્ય, શિક્ષક ગણ તેમજ તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝાકીરભાઈ ઉમતા એ વિદ્યાર્થીઓ ને ભવિષ્ય ઉજ્વળ બનવવા પોતના વિચારો વ્યકત કર્યા હતા. ધોરણ : ૧૦ ના તમામ વિદ્યાર્થીઓએ પોતાના શાળા પ્રત્યે પોતાનો રિવ્યુ આપ્યા હતા.
તેમજ શાળાના આચાર્યશ્રી ને ધોરણ : ૧૦ વિદ્યાર્થીઓએ પોતાના સ્નેહની ભેટ આપી હતી. શાળા પરિવાર તરફથી શાળાના વિદાય લઇ રહેલા બાળકોને પેન ભેટ આપી હતી. ધોરણ : ૧૦ ના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓના હાથ ધોવાઇ ને એમની મનપસંદ વાનગી ખવડાવી હતી. અતં માં વાલીઓએ અને બાળકોએ પણ ઉપહાર લઇ વિદાય લીધી હતી.
આ કાર્યક્રમમાં ગામના નવયુવાન સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક આગેવાન ઉસ્માન લાલન, મૌલાના અબ્દુલરઝાક સાહેબ તથા ટ્રસ્ટના પ્રમુખ ઇશાકમાસ્ટર પટેલ, યાકુબભાઇ બોડા, ઉસ્માન ઇપલી તથા વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા.