એમ.એ.એમ. હાઈસ્કૂલમાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
આજરોજ તારીખ : ૧૧/૦૩/૨૦૨૩ ને શનિવાર ના રોજ એમ.એ.એમ. હાઈસ્કૂલના ટંકારીઆના મદની હોલમાં ધોરણ : ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી મંડળ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝાકીરભાઈ ઉમતા અને શાળા આચાર્ય, શિક્ષક ગણ તેમજ તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝાકીરભાઈ ઉમતા એ વિદ્યાર્થીઓ ને ભવિષ્ય ઉજ્વળ બનવવા પોતના વિચારો વ્યકત કર્યા હતા. ધોરણ : ૧૦ ના તમામ વિદ્યાર્થીઓએ પોતાના શાળા પ્રત્યે પોતાનો રિવ્યુ આપ્યા હતા.
તેમજ શાળાના આચાર્યશ્રી ને ધોરણ : ૧૦ વિદ્યાર્થીઓએ પોતાના સ્નેહની ભેટ આપી હતી. શાળા પરિવાર તરફથી શાળાના વિદાય લઇ રહેલા બાળકોને પેન ભેટ આપી હતી. ધોરણ : ૧૦ ના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓના હાથ ધોવાઇ ને એમની મનપસંદ વાનગી ખવડાવી હતી. અતં માં વાલીઓએ અને બાળકોએ પણ ઉપહાર લઇ વિદાય લીધી હતી.
આ કાર્યક્રમમાં ગામના નવયુવાન સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક આગેવાન ઉસ્માન લાલન, મૌલાના અબ્દુલરઝાક સાહેબ તથા ટ્રસ્ટના પ્રમુખ ઇશાકમાસ્ટર પટેલ, યાકુબભાઇ બોડા, ઉસ્માન ઇપલી તથા વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા.
Leave a Reply