આજે ૧૫ શાબાન હિજરી….. જેને શબેબરાત તરીકે ઓળખવામાં આવે છે. આજરોજ તમામ મુસલમાનાને આલમ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ની બારગાહમાં પોતાના ગુનાહોની માફી માંગી અલ્લાહ પાસે પોતાની તથા એહલો અયાલ તથા ઉમ્મતે મુસ્લિમનાં તમામની મગફિરતની દુઆ ગુજારતા હોય છે.
આજે અસરની નમાજ બાદ પરંપરાગત રીતે માનવ મેદની ગામના બંને કબ્રસ્તાનોની જિયારત કરવા ગયા હતા. ત્યારબાદ ગામની તમામ મસ્જિદોમાં મગરીબની નમાજ બાદ વિશિષ્ઠ નફિલ ૬ રકતઓ અદા કરી હતી દરમ્યાન યાસીન શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. બાદમાં સલામ બાદ તમામ ઉમ્મતે મોહમ્મદી માટે દુઆઓ ગુજારવામાં આવી હતી અને સાથે ઇશાનો સમય થતા ઈશાની નમાજ અદા કરી હતી.
ત્યારબાદ રાત્રી દરમ્યાન લોકો મસ્જિદોમાં અલ્લાહનો ઝિક્ર અસગાર , નમાજ, વિર્દ, વાઝઈફોં પઢશે અને સવારે રોઝાની અતિ મહત્વતા હોય રોઝો પણ રાખશે.


સંદેશ ન્યુઝ ચેનલ (GTPL ચેનલ નં. ૨૬૮)ની ટીમે ફેબ્રુઆરી ૨૦૨૩માં  ટંકારીઆ ગામની  બે તબક્કે  મુલાકાત  લઇ જરૂરી માહિતી એકત્રિત કરી હતી જેનું જીવંત પ્રસારણ સંદેશ ન્યુઝ ચેનલ પર “મારું ગામ મારો હીરો” પ્રોગ્રામ અંતર્ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૩ના રોજ થયું હતું. સંદેશ ન્યુઝ ચેનલના  Facebook પેજ અને YouTube પેજ પર અહીં આપેલ લિંક પર ક્લિક કરી આ પ્રોગ્રામ જોઈ શકાશે.

ટંકારીઆ: “મારું ગામ મારો હીરો” “My Village My Hero”  Facebook Page link of Sandesh News Channel
ટંકારીઆ: “મારું ગામ મારો હીરો” “My Village My Hero” YouTube link of Sandesh News Channel

Sagufta W/O Muhammedhusain Mahebub Valimaster Bhuta D/O Zakirhushen Valimaster Bhuta passed away……… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard at 11am today. May ALLAH [SWT] grant her the best place in Jannatul Firdaush. Ameen. 

ગતરોજ મધ્યરાત્રીના આશરે સાડાબાર વાગ્યે વીજળીના ચમકારાઓ સાથે વરસાદી માવઠું થયું હતું. સાથે સાથે બરફના ઓલા પણ પડતા લોકો કુતુહલવશ થઇ આ કુદરતનો નઝારો જોવા પોતપોતાના ઘરની બહાર નીકળ્યા હતા. આ લખાય છે ત્યારે સવારે ૯ વાગ્યે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. નિષ્ણાંતોના મતાનુસાર કેરીના પાકને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. વળી પાછું હવામાનખાતું જણાવે છે કે આગામી બે-ત્રણ દિવસોમાં રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા રહેલી છે.

Yesterday at around 12:30 midnight there was a rain shower with lightning flashes. At the same time, people came out of their houses to see the sight of this nature out of curiosity. At the time of this writing at 9 am, cloudy weather has been observed. . According to experts, there is fear of damage to the mango crop. Also, the weather report says that there is a possibility of unseasonable rain in the state in the next two-three days.