વર્ષ ૨૦૨૨ ની હજની પવિત્ર યાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજ યાત્રીઓ માટે આગામી ૧૨ જૂન ૨૦૨૨ ને રવિવાર ના રોજ ટંકારીઆ મુકામે મસ્જિદ એ મુસ્તુફાઇયયા માં જે કેમ્પ રાખવામાં આવ્યો હતો તે કેમ્પની તારીખ ૧૩/૬/૨૨ ને સોમવારના દિવસે રાખવામાં આવેલ છે. કારણ કે તારીખ ૧૨ જૂન ૨૦૨૨ ના રોજ હાજીઓના રસીકરણ નો પ્રોગ્રામ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રાખવામાં આવ્યો હોય હજ કેમ્પની તારીખમાં ફેરફાર કરવાની જરૂર પડી છે. તો કેમ્પમાં આવનાર તમામ હાજીઓએ નોંધ લેવી.

આજરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખળી] પર ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આલિયા ઇલેવન ટંકારીઆ અને શેરપુરા ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારીઆ ની ટીમે પ્રથમ દાવ લઇ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૦ રન ખડક્યા હતા તેના જવાબમાં શેરપુરા ની ટીમ ફકત ૯૯ રનમાં સમેટાઈ જતા ટંકારીઆ ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો.
ઇનામ વિતરણ સમારંભ માં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના ચેરમેન ઇસ્માઇલ મતદાર, જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ તથા મુબારકભાઈ ડેરોલવાળા, એપેક્સ હોસ્પિટલના સર્વેસર્વ ડો. શૈલેષ ઉપરાંત સરપંચ ઝાકીરભાઈ ઉમતા, સામાજિક કાર્યકર મુસ્તુફાભાઈ ખોડા, ઉસ્માન લાલન, અફઝલ ઘોડીવાળા, ગામના તલાટી ક્રમ મંત્રી ઉમેશભાઈ, યાસીન શંભુ, સલીમ ઉમતા, બિલાલ લાલન, સફવાન ભુતા, ઈકબાલ સાપા તથા વાજીદભાઈ જમાદાર, તાલુકા સદસ્ય દાઉદભાઈ હવેલીવાળા કહાનવાળા તથા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો હાજર રહ્યા હતા.
સમગ્ર સમારંભનું આયોજન અને સંચાલન ટંકારીઆ ગામના પનોતા પુત્ર અબ્દુલ્લાહભાઈ કામઠી એ કર્યું હતું.

વર્ષ ૨૦૨૨ ની હજની પવિત્ર યાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજ યાત્રીઓ માટે આગામી ૧૨ જૂન ૨૦૨૨ ને રવિવાર ના રોજ ટંકારીઆ મુકામે મસ્જિદ એ મુસ્તુફાઇયયા માં સવારે ૯ વાગ્યાથી હજ તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ હજ તાલીમ કેમ્પમાં નામાંકિત આલીમો દ્વારા હજ ના અરકાનો વિશે વિસ્તૃત માહિતી તથા પ્રેક્ટિકલ માર્ગદર્શન હાજીઓને પ્રદાન કરવામાં આવશે. તો આ વર્ષે હજ યાત્રાએ જતા હાજીઓને આ કેમ્પમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ તમામ હાજીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.