તારીખ ૨/૬/૨૦૨૨ ને ગુરુવારના રોજ છેલ્લા ત્રણ મહિનાથી ગામલોકોની સુખાકારી માટેની સલામતી ને લઈને જે માંગ હતી તે કામ ગ્રામ પંચાયત ટંકારીયાના સરપંચશ્રી ઉમતા ઝાકીરહુસેન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. ભરૂચ થી પાલેજ સુધી જે રોડનું કામ થયું ત્યાર પછી ટંકારીઆ ગામમાંથી પસાર થતા પાલેજ રોડ પર પુરપાટ વાહનોને લઈને અકસ્માત થવાની તથા ટ્રાફિક ની સંભાવના ને ધ્યાને લઇ સરપંચશ્રી દ્વારા પી.ડબલ્યુ.ડી. વિભાગની તમામ શાખાઓમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર ના પ્રયત્નોને લઈને આખરે પી.ડબલ્યુ.ડી. તરફથી ગામતળના વિસ્તારમાં જ્યાં અકસ્માત સંભવિત હતા એવા પોઇન્ટ નું સર્વે કરી ગઈકાલે ગુરુવારના રોજ અકસ્માત નિવારણ બમ્પ મુકવામાં આવ્યા જે બદલ ગ્રામ પંચાયત ટંકારીઆ પી.ડબલ્યુ.ડી. વિભાગના તમામ અધિકારીઓ તથા ગામના તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર તેમજ જે લોકોએ આ કામમાં મદદ કરી છે એ તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
લી. સરપંચ
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા