ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતદાનના દિવસે ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે યોજાયેલી સરપંચના પદ માટેની પેટા ચૂંટણીમાં મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ ઉત્સાહભેર કર્યો હતો. કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલ ગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે મતદાન યોજાયું હતું. ગામની વિવિધ શાળાઓમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું. અને સાંજે ૬ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. એકદમ શાંતિપૂર્વક મતદાન થયું હતું.
આ વખતે ઘણા બધા મતદારોના વોર્ડ બદલાઈ ગયા હોવાના કારણે મતદારોએ એક મથક પરથી બીજા મથક પર દોડાદોડી કરવી પડી હતી.
બુથ
/ વોર્ડ મુજબની મતદાનની વિગતો નીચે મુજબ છે.
બુથ
1 (વોર્ડ નંબર ૧) (કન્યાશાળા મુખ્ય) ૪૧૮.
બુથ
2 (વોર્ડ નંબર ૨) (કુમારશાળા મુખ્ય) ૪૦૨
બુથ
3 (વોર્ડ નંબર ૩ /4) (બ્રાન્ચ કન્યાશાળા પૂર્વ) ૪૮૬
બુથ
4 (વોર્ડ નંબર 5 /6) (બ્રાન્ચ કન્યાશાળા પશ્ચિમ) ૬૧૧
બુથ
5 (વોર્ડ નંબર 7 / 8) (હાઈસ્કૂલ પૂર્વ) ૫૫૪
બુથ
6 (વોર્ડ નંબર 9 / 10) (હાઈસ્કૂલ પૂર્વ) ૬૩૧
બુથ
7 (વોર્ડ નંબર 11 / 12) (હાઈસ્કૂલ પશ્ચિમ) ૬૨૯
બુથ
8 (વોર્ડ નંબર 13 /14) (હાઈસ્કૂલ પશ્ચિમ) ૫૪૨
કુલ મતદાન ૪૨૭૩ થયું હતું. (કુલ મતદારો ૮૫૮૩ પ્રાપ્ત માહિતી અનુસાર) આ
૪૯.૭૮ % મતદાન થયું.

ટંકારીઆ ગામે સરપંચના પદની પેટા ચૂંટણી તથા વોર્ડ નંબર ૧૪ માં સભ્ય ની આજરોજ યોજાઈ રહી છે. કુલ ૮ મતદાન મથકો પર યોજાઈ રહેલી આ ચૂંટણી એકદમ શાંતિપૂર્વક ચાલી રહી છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીએ છીએ.

ભરૂચ જિલ્લામાં સરપંચની ચૂંટણીઓ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાવાની છે જેમાં આપણા ગામ ટંકારીઆ ની સરપંચના પદ ની પેટા ચૂંટણી અને વોર્ડ નંબર ૧૪ ના સભ્યની પેટા ચૂંટણી પણ યોજાશે. આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમો શાંત થઇ જશે. ૧૯ તારીખે મતદાન યોજાશે અને ૨૧ મી તારીખે પરિણામો જાહેર થશે. આપણા ગામના તમામ ઉમેદવારોને “બેસ્ટ ઓફ લક” અને તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે આપ આપનો મતાધિકારનો ઉપયોગ કરવા અવશ્ય મતદાન કરવા મતદાન મથકે જશો. દિન પ્રતિદિન ઓમીક્રોમ વેરિઅન્ટ નો પ્રભાવ વધી રહેલો જોવા મળે છે તો આપણે પણ સજાગતાના ભાગરૂપે સોસીઅલ ડિસ્ટન્સ જાળવવું અત્યંત જરૂરી હોય સોસીઅલ ડિસ્ટન્સ જાળવવા તેમજ મોઢા પર માસ્ક ધારણ કરવા અપીલ કરીએ છે.