ટંકારીઆ માં ભૂકંપના આંચકા અનુભવાયા
આજે બપોરે ૩.૩૯ કલાકે ટંકારીઆ તથા પંથકમાં ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો હતો. ધરા ધ્રૂજવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ આંચકાઓ ૨ થી ૩ સેકન્ડ સુધી અનુભવાયા હતા. આ લખાય છે ત્યારે ઠેરઠેર આ આંચકાઓની કુતુહલવશ ચર્ચાઓ જોવા મળે છે. રિક્ટર સ્કેલ પર આ ભકંપની તીવ્રતા ૪.૨ બતાવી રહ્યા છે અને તેનું કેન્દ્ર બિંદુ નેત્રંગ તાલુકાના મોટામાલપોર ગામ ખાતે નોંધાયું હતું.

Earthquake shakes Tankaria

Earthquake shakes Tankaria and Surrounding villages. The tremors had created an atmosphere of fear among the people. The tremors were felt for 3 to 4 seconds. At the time of writing, there are curious discussions of these shocks. The epicenter was reported at 4.2 on the Richter scale, with the epicenter at Motamalpore village in Netrang taluka.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના નો ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો. સદર દવાખાનું તમામ તબક્કાના લોકો માટે નાતજાત ના ભેદભાવ વગર રાહતદરે દર્દીઓની સારવાર કરશે. હાલના મોંઘવારીના યુગમાં મેડિકલ સ્ટોર પર મળતી દવાઓ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને મોંઘી પડી રહી હોય એ લોકો માટે સિફા દવાખાના માં ઉપલબ્ધ દવાઓ રાહતરૂપ પૂરવાર થશે.
આજરોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના નો ઉદ્ઘાટન સમારંભ સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને યોજાયો હતો જેમાં શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આ દવાખાના નો ઉદ્દેશ અને હેતુ ની સવિસ્તાર માહિતી ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી દ્વારા આપવામાં આવી હતી. આ સમારંભમાં ગામ તથા પરગામથી મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં ટંકારીઆ જામે મસ્જિદના પેશ ઇમામ અબ્દુલરઝાક અશરફી, પાટણવાળા બાવાસાહેબ, વડોદરાથી ઓલ ગૂજરાત ટ્રસ્ટ નિગરા સય્યદ મુઝફ્ફરહુસેન, સલીમ હાફેઝી વાંતરસાવાળા તથા અબ્દુલ્લાહ કામથી, રતિલાલભાઈ પરમાર, શબ્બીર હાજી વાઝા વ્હાલુવાળા તથા હશનભાઈ તેમજ ગામના તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર , ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, ઉમતા ઝાકીર, યાસીન શંભુ, શનાભાઈ વસાવા તથા ગામના નવયુવાનો અને વડીલોએ હાજરી આપી હતી. અંતમાં સય્યદ મુઝફ્ફરહુસેન અને પાટણવાળા બાવાસાહેબના હસ્તે રીબીન કાપી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારંભનું સંચાલન ઈદ્રીશભાઈ કબીર સાહેબ ઉર્ફે “દર્દ ટંકારવી” એ કર્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના તમામ સભ્યોએ ખડે પગે રહી સમારંભને સફળ બનાવ્યો હતો.

ટંકારીઆ ગામે મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ આવતા રવિવારથી થઇ જશે. જે માટે સ્પોર્ટ્સ ક્લબના તમામ મેમ્બરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જેમાં પીચ અને આઉટફિલ્ડ નું વ્યવસ્થિત સમારકામ અને નવી બંનાવવાની પ્રક્રિયા તથા કાર્પેટ ને સજાવવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે.