ટંકારીઆ માં ક્રિકેટ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ શરુ
ચોમાસાના વિદાય અને હેમંત ઋતુ ની શરૂઆત થઇ ચુકી છે. આ ઋતુ આરોગ્યપ્રદ છે. આમ શરીરનું બળ વધે છે અને શરીર તંદુરસ્ત અને મજબૂત થાય છે. નવલોહિયા અને તંદુરસ્ત યુવાનો માટે આ ઋતુ એટલે કસરત કરી શરીરને હૃષ્ટપૃષ્ટ રાખવાની છે. અને ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે તો વાતજ શી પૂછવાની? આપણા ગામમાં સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ અને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિન્ટર ક્રિકેટ નું આયોજન પણ કરવામાં આવે છે જે અંતર્ગત સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ એ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનનું કામ શરુ કરી દીધું છે. એટલેકે મેદાનની મરમ્મત કરાવવાનું અને પીચ બનાવવાનું કામ હાલમાં પુરજોશમાં ચાલુ થઇ ગયું છે. આયોજકોના મતે ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ૩જી નવેમ્બરના રોજ રમાશે. એટલેકે ટંકારીઆ માં ક્રિકેટ ફેસ્ટિવલ નો પ્રારંભ ટૂંક સમયમાં થઇ જશે. ટુર્નામેન્ટ નું સુવ્યવસ્થિત આયોજન માટે ક્લબના મેમ્બરોએ કમર કસી લીધી છે. મેદાનની મરમ્મત કરવાનું કામના ફોટો નીચે દ્રશ્યમાન થાય છે.
Leave a Reply