B Buzz Media UK & INDIA દ્વારા ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ e-Bookનું ભવ્ય લોન્ચિંગ
Video (1.1) B Buzz Media (UK & India) – Instagram bbuzzbharuch દ્વારા શેર કરવામાં આવેલ e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video
વિડિયો 1.1 અને 1.2 જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.
B Buzz Media (UK & India) – Facebook. e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video જોવા માટે Facebook લિંક.
Facebook વિડિયો જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.
વિશ્વભરના યુવાનો માટે પ્રેરણાનો નવો દીપસ્તંભ: B Buzz Media UK & INDIA દ્વારા ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ e-Bookનું ભવ્ય લોન્ચિંગ
e-Book Launching
કારકિર્દીની નવી ક્ષિતિજો
પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, મેટ્રો, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઉદ્યોગો
Author: Nasirhusen Lotiya
Published By: World Bharuchi Vahora Federation
(પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, મેટ્રો, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઉદ્યોગો)





“એક પુસ્તક… જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે!”
આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી; વૈશ્વિક દૃષ્ટિકોણ, સતત શીખવાની તલપ અને મોટા સપનાઓ જોવાની હિંમત જ સાચી સફળતાનો માર્ગ બનાવે છે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને B Buzz Media UK & INDIA દ્વારા જાણીતા લેખક, આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ પ્રોફેશનલ અને World Bharuchi Vahora Federation (WBVF) સાથે સંકળાયેલા નાસીરહુસેન લોટીયાની પ્રેરણાદાયી e-Book ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’નું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.
B Buzz Media UK & INDIAનું માનવું છે કે આજના યુવાનોને માત્ર કારકિર્દી વિશે માહિતી નહીં, પરંતુ વૈશ્વિક દૃષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને પ્રેરણાની પણ જરૂર છે. ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ એ જ ખાલીપો પૂર્ણ કરતું એક અનોખું અને સમયોચિત પ્રકાશન છે. આ e-Book ફક્ત ઈજનેરોને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ પોતાના જીવનમાં નવી દિશા શોધી રહેલા દરેક વાચક, યુવાન અને યુવતીઓ માટે પ્રેરણાનો અમૂલ્ય સ્રોત બની શકે છે.
પુસ્તકના લેખક નાસીરહુસેન લોટીયાએ પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અનેક વર્ષોમાં ભારત, ગલ્ફના દેશો અને અમેરિકામાં કામ કર્યું તે પૈકી વિશ્વકક્ષાના એરપોર્ટ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્લાન્ટ જેવા મેગા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને ઉત્પાદન ક્ષેત્રમાં કાર્ય કરતાં મેળવેલા વાસ્તવિક અનુભવો ઉપરાંત તેમના સહકર્મચારીઓ અને અન્ય યુવા ઇજનેરોની કારકિર્દીની સફળ સફર સરળ, જીવંત અને પ્રેરણાત્મક ભાષામાં રજૂ કર્યા છે.
e-Book ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ ના લોન્ચિંગ પ્રસંગે લેખક દ્વારા આપવામાં આવેલી માહિતી
આ e-Book માત્ર કારકિર્દી માર્ગદર્શન આપતું પુસ્તક નથી; તે યુવાનોને સ્થાનિક વિચારસરણીમાંથી બહાર લાવી સમગ્ર વિશ્વને પોતાની કાર્યભૂમિ તરીકે સ્વીકારવાની પ્રેરણા આપે છે. પુસ્તકનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે
—“વિશ્વ તમારા જન્મસ્થળને નહીં, પરંતુ તમારી પ્રતિભા, કુશળતા, પ્રામાણિકતા અને કાર્યને ઓળખે છે.”
લેખક જણાવે છે કે “આ પુસ્તક મેં લખ્યું નથી—મેં તેને જીવ્યું છે. મેં જે લખ્યું છે તે પુસ્તકોમાંથી મેળવેલું જ્ઞાન નથી; જે પાઠો અહીં રજૂ કર્યા છે, તે પુસ્તકોમાં વાંચેલા નહીં, પરંતુ જીવનના સંઘર્ષ, સતત મહેનત, સફળતા-નિષ્ફળતામાંથી મળેલી શીખ અને અડગ વિશ્વાસથી, ભારત, ગલ્ફના દેશો અને અમેરિકામાં દરરોજના ૧૨-૧૩ કલાકો, હા સતત ૧૨-૧૩ કલાકો કામ કરતાં મેળવેલા અનુભવોનું પ્રતિબિંબ છે. હું જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે મેં જાતે અનુભવ્યું છે. હું જે પ્રેરણા આપું છું, તે મારા પોતાના જીવનપ્રવાસમાંથી જન્મી છે. કદાચ આ જ વાત આ પુસ્તકને અન્ય પુસ્તકો કરતાં અલગ અને વધુ વિશ્વસનીય બનાવે છે.” આ પુસ્તક દરેક વાચકને માત્ર માહિતી આપતું નથી, પરંતુ આત્મવિશ્વાસ, નવી દિશા અને વૈશ્વિક વિચારસરણી પણ આપે છે.
પુસ્તકમાં સમાવિષ્ટ દરેક ફોટોગ્રાફ એક મૌન સંદેશ આપે છે કે સામાન્ય પરિવારમાંથી આવેલ યુવાન પણ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સુધી પહોંચી શકે છે. સફળતા કોઈ ખાસ શહેર કે દેશની મિલકત નથી; તે મોટા સપનાઓ જોનાર અને સતત પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિનો અધિકાર છે. લેખકનું માનવું છે કે જીવનમાં કેટલીક તકો માત્ર એક જ વાર મળે છે અને ક્યારેક એક પુસ્તક, એક વિચાર અથવા એક યોગ્ય નિર્ણય સમગ્ર જીવનની દિશા બદલી શકે છે. જો આ પુસ્તક વાંચ્યા પછી કોઈ એક યુવાનના મનમાં પણ “હું પણ કરી શકું છું” એવો આત્મવિશ્વાસ જન્મે, તો આ પુસ્તક લખવાનો હેતુ સફળ ગણાશે.
લેખકનો પ્રેરણાદાયી સંદેશ
“મોટાં સપનાં જોનારાઓ જ દુનિયાને નવી દિશા આપે છે. ડિગ્રી કારકિર્દીની શરૂઆત છે, જ્યારે સતત શીખતા રહેવું તેની સાચી ઊંચાઈ છે. કદાચ આ પુસ્તકનું એક પાનું જ તમારા જીવનની નવી ક્ષિતિજનો પ્રારંભ બની જાય.”
B Buzz Media UK & INDIA તમામ વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકોને આ પ્રેરણાદાયી e-Book અવશ્ય વાંચવા અનુરોધ કરે છે. કદાચ આજનો એક નાનકડો નિર્ણય આવતીકાલની વૈશ્વિક સફળતાની શરૂઆત બની શકે.
કારકિર્દીની નવી ક્ષિતિજો પુસ્તકની PDF ફાઈલ ડાઉનલોડ કરવા MY Tankaria વેબસાઈટની આ લિંકનો ઉપયોગ કરો. https://www.mytankaria.com/people/career-guidance
– B Buzz Media UK & INDIA
‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ પુસ્તક ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો.
TANKARIA WEATHER