ટંકારિયામાં વિધવા સહાય યોજના વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો…
ગુજરાત સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા માં – બહેનોને માર્ગદર્શન તેમજ જરૂરી માહિતી પુરી પાડવા માટે રવિવારના રોજ ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલમાં સરકારી યોજના જેવી કે વિધવા સહાય યોજના વિશેનો એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો.
આયોજિત કાર્યક્રમમાં વિધવા સહાય યોજના વિશેની વિસ્તૃત છણાવટ સાથેની સંપૂર્ણ માહિતી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાકભાઇ બાબરિયા તથા સદસ્યો અફઝલ ઘોડીવાલા, સાબીર માસ્તર સાલેહ તથા આરીફ બાપુજીએ પુરી પાડી હતી. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિંદુ – મુસ્લિમ વિધવા માં – બહેનોએ ભાગ લઇ જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા બ્રાંચ સમયાંતરે સમાજસેવાના કાર્યક્રમોનું આયોજન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરે છે…
Leave a Reply