1 2 3 8

માંહે મુહર્રમ નો ચાંદ આજે નજરે આવી ગયો છે. તમામ ને હિજરી નવા વર્ષ ૧૪૪૧ ની મુબારકબાદી. અલ્લાહ જલ્લેશાનહુ આ નવું વર્ષ તમામ મુસલમાનો માટે ખૈરો બરકત વારુ અને તમામ મુસીબતો થી હિફાઝત વારુ બનાવે, આફિયાટ વારુ બનાવે અને તમામ મુસલમાનોને તેના અમાન માં રાખે. યવમે આશુરા ૧૦ સપ્ટેમ્બર ના મંગળવારના રોજ મનાવવામાં આવશે. તથા જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યા ટંકારીઆ માં આજથી દશ દિવસ સુધી શોહદાએ કરબલા ની શાનમાં તકરીરનો પ્રોગ્રામ બાદ નમાજે ઈશા રાખવામાં આવ્યો છે.

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા તારીખ ૧/૯/૨૦૧૯ રવિવાર ના રોજ સવારે ૧૦ વાગે
“મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ” માં સરકારી યોજના જેવી કે “વિધવા પેન્શન યોજના.” વિશે માર્ગદર્શન આપવામાં આવશે અને વિધવા ઓ પાસે બધા ડોક્યુમેન્ટ મંગાવી ફોર્મ ભરી આપવામાં આવશે . જેથી દરેક વિધવા ઓ ને દર મહિને ૧૨૫૦ રૂપિયા ગવર્મેન્ટ દ્વારા મલશે તો દરેક ભાઈયો તથા બહેનો ને વિનંટી છે કે આપરી આસપાસ માં રહેતા જેટલા વી વિધવા હોઈ એમને જાણ કરી આપવી તથા એમને આ સેમિનાર માં આવવાનો આગ્રહ કરવો જેથી બધાને લાભ મરે.
નોંધ : બધા ડોક્યુમેન્ટ બરાબર હશે તો પેન્શન ચાલુ થતા સુધી ની બધી પ્રોસેસ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વિના મુલ્યે કરી આપવામાં આવશે …

ગત રોજ રાત્રે ભરૂચ તાલુકાના પારખેત ગામ નજીક રીક્ષા ચાલક ભરૂચ થી ટંકારીઆ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેના વાહનચાલકે ખાડા ઓ બચાવવા માટે ડીપર લાઈટ મારતા રિક્ષાચાલક ની આંખો અંજાઈ જવાથી નજીક માં ઉભેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે રીક્ષા અથડાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા ટંકારીઆ ગામના ઝોહરા ઐયુબ માલજી, હવાબીબી મહમ્મદ જારીવાળા તથા મરિયમબેન ઇસ્માઇલ ભડ ને ઈજાઓ થવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રે ભરૂચ તરફથી આવતી રીક્ષા પારખેત નજીક થી પસાર થઇ રહી હતી ત્યારે રીક્ષા ધડાકાભેર ઉભેલા ટ્રેલર સાથે ભટકતા અંદર મુસાફરી કરી રહેલ ટંકારીઆ ગામની મહિલા મુસાફરો ના હાથે અને પગે ફ્રેક્ચર થઇ જવા પામ્યું હતું. તેઓને ભરૂચ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. એકદમ બિસમાર થઇ ગયેલા આ રસ્તા પર ખાડા બચાવવા માટે વાહનચાલકો રાત્રી દરમ્યાન અવારનવાર નાના મોટા અકસ્માતોનો ભોગ બને છે. તો આ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ ક્યારે થશે એમ લોકો ના મુખે ચર્ચાઈ રહ્યું છે. લોકમુખે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે સમગ્ર ભરૂચ જિલ્લાના રસ્તાઓનું નવીનીકરણ થઇ ગયું છે તો આ હિંગલાથી પાલેજ સુધીના રસ્તા પ્રત્યે ઓરમાયું વર્તન શા માટે?

1 2 3 8