આમ તો સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પ્રારંભેજ શિયાળાની જમાવટ શરુ થવી જોઈએ પરંતુ મોડે મોડે એટલે કે ડિસેમ્બરના અંતમાં ધીરે ધીરે શિયાળો ટંકારીઆ તથા પંથકમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી ટંકારીઆ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો જોરદાર ઠાઠ જોવા મળી રહ્યો છે. વાદળિયાં વાતાવરણ વચ્ચે સામી સાંજ થીજ ઠંડી નો અનુભવ લોકોને થવા માંડે છે અને રાત્રી ના ઠંડી ની પકડ મજબૂત બનતા લોકોની અવરજવર પાંખી જોવા મળે છે. ઠંડી ના કારણે લોકો પોતાના આશિયાના ના બારી બારણાં બંધ કરી ઘર માંજ પુરાઈ રહેવાનું વધુ પસંદ કરે છે. મોડી રાત્રી સુધી જાગવા ના શોખીનો ઠેર ઠેર તાપણાઓ કરી ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. માણસ ની સાથે સાથે પશુ ઓ પર પણ ઠંડી અસર જોવા મળે છે. શેરી ઓ માં રખડતા શ્વાનો ની હાલત પણ દયનિય થઇ જાય છે. શ્વાનો પણ લોકોના ઘર ની બહાર કોઈક ખૂણો પકડી ટૂંટિયું વાળીને ઠંડી સામે રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે. લોકો ઠંડી થી બચવા શરીર પર ગરમ વસ્ત્રો પરિધાન કરી ફરતા જોવા મળી રહ્યા છે. કૃષિ તજજ્ઞો ના જણાવ્યા અનુસાર ઠંડીના પગલે શિયાળુ પાકોને વધુ લાભ થશે.

સરસ મજાના વાતાવરણ માં એન.આર. પરિવારોની પધરામણી ની થવાની શરૂઆત થઇ ગઈ છે. જુદા જુદા દેશો માંથી વતન પ્રેમીઓ પોતપોતાના વતનમાં
આવવાના શરુ થઇ ગયા છે. આહીં પણ વાતાવરણ માં ઠંડી નો ચમકારો દેખાય છે તો આ માણવા જેવા વાતાવરણ ને માણવા વિદેશીયોનો હુઝમ ધીરે ધીરે માતૃભુમી તરફ પ્રયાણ કરી રહ્યો છે. એજ ધુરની ડમરીઓ હૃદયને હલાવી દે તેવા રોડ માખીઓ, મચ્છરો, ઘોંઘાટ વિગેરે તો ખરુજ પણ ભાઈ માતૃભુમી તે માતૃભુમી. અમુક પ્રિયો તો ક્યારના ડિસેમ્બર માસની ગણતરી કરી ને બેઠા હોય છે કે ક્યારે ડિસેમ્બર આવે અને અમે વતન માં જઈએ . આ બધું છતાં પણ મારું વહાલું ગામ મહાન.

સરસ મજાના વાતાવરણ માં એન.આર. પરિવારોની પધરામણી ની થવાની શરૂઆત થઇ ગઈ છે. જુદા જુદા દેશો માંથી વતન પ્રેમીઓ પોતપોતાના વતનમાં
આવવાના શરુ થઇ ગયા છે. અહીં પણ વાતાવરણ માં ઠંડી નો ચમકારો દેખાય છે તો આ માણવા જેવા વાતાવરણ ને માણવા વિદેશીયોનો હુઝમ ધીરે ધીરે માતૃભુમી તરફ પ્રયાણ કરી રહ્યો છે. એજ ધૂળ ની ડમરીઓ હૃદયને હલાવી દે તેવા રોડ માખીઓ, મચ્છરો, ઘોંઘાટ વિગેરે તો ખરુજ પણ ભાઈ માતૃભુમી તે માતૃભુમી. અમુક પ્રિયો તો ક્યારના ડિસેમ્બર માસની ગણતરી કરી ને બેઠા હોય છે કે ક્યારે ડિસેમ્બર આવે અને અમે વતન માં જઈએ . આ બધું છતાં પણ મારું વહાલું ગામ મહાન.