Grandson of Bashirmama Patel, Ubaid Shakeel Patel, has recieved a medal in art & drawing competition. He participated in competition at his school. Ubaid’s artwork was selected for national level. His work will be displayed in Leicester square.

What an achievement for a very young lad! We congratulate Ubaid and his family and wish him more success in future… 

આવતા શનિવારના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભરૂચ જિલ્લાની ૧૫૧ વગર વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુલેમાન પટેલ ના ચૂંટણી પ્રચાર અર્થે બોલિવૂડ ની જાનીમાંની હસ્તી અને કોંગ્રેસ ના કાર્યકર રાજ બબ્બર આવતી કાલે સાંજે ટંકારિયામાં ચૂંટણી પ્રચાર માટે આવશે. તો તમામ કાર્યકરોએ હાજર રહેવા જાહેર આમંત્રણ છે.

દક્ષિણ ભારત ના રાજ્યોમાં હાહાકાર મચાવનાર ‘ઓખી’ વાવાઝોડું ગુજરાત ના દરિયાકાંઠે ત્રાટકે એવી શક્યતાઓ છે. જેને પગલે દક્ષિણ ગુજરાત માં વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરતા ખેડુતમિત્રો ના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ જવા પામી છે. જેને પગલે ત્રણ-ચાર દિવસ ઠંડીનું મોજું તીવ્ર રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અચાનક આવેલા આ વાવાઝોડા ને લીધે તથા વરસાદ પાડવાની સંભાવના ને લઈને આજ રોજ સવારથી જ વાતાવરણમાં પલટો દેખાયો છે અને વાતાવરણ વાદળછાયું થઇ જવા પામ્યું છે. ખેતરોમાં રવિ પાક પણ એકદમ યુવાનીની અવસ્થામાં હોય આ વરસાદ કદાચ નુકશાન પહોંચાડી શકે એવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરે છે.

ટંકારીઆ માં દિલાવર ઉમરજી હલાલત ના ઘેર જમરૂખનાં ફળમાં અલ્લાહ લખેલું નીકળતા અચરજ ફેલાઈ જવા પામ્યું છે.

ઇસ્લામ ધર્મ ના મહાન અને આખરી પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના જન્મ દિવસ એટલેકે ઈદેમિલાદુન્નબી ની ઉજવણી આજરોજ શનિવારના દિવસે ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથકમાં ધામધૂમથી કરવામાં આવી હતી.
ટંકારીઆ કસ્બાની વિવિધ મસ્જિદોમાં મળસ્કે ૪ વાગ્યાથી નાત શરીફ અને સલાતો સલામ પઢવાનું શરુ થઇ ગયું હતું. ભારે સંખ્યામાં અકીદતમંદો મળસ્કાથીજ મસ્જિદોમાં આવી ગયા હતા અને નાત શરીફ તથા સલાતો સલામ પઢવામાં શામિલ થઇ ગયા હતા. આ સિલસિલો ફજર ની અઝાન સુધી ચાલ્યો હતો. ફજરની નમાજથી ફારિગ થઇ સવારે ૭.૩૦ કલાકે ટંકારીઆ ની અમન કોલોની માં રહેતા સૈયદ પાટણવાળા બાવા સાહેબ ના નિવાસ્થાને થી એક વિશાળ જુલૂષ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુલુસ માં મોટીસંખ્યામાં લોકો હાજર રહી નાત શરીફ પઢતા પઢતા આખા ગામમાં ફર્યા હતા અને જુમ્મા મસ્જિદ ખાતે આ ઝુલુસ નું સમાપન થયું હતું.
જુમ્મા મસ્જિદમાં આખરી પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના બાલ મુબારક ની જિયારત કરી લોકો વિખેરાયા હતા.
તમામ અકીદતમંદો એ એક બીજાને મુબારકબાદી આપી હતી.