ટંકારીઆ તથા પંથકમાં શિયાળો બિલ્લી પગે દસ્તક દઈ રહ્યો છે. પરોઢિયે આહલાદક ઠંડક નો અહેસાસ થાય છે. ટંકારીઆ ના બંને ગ્રાઉન્ડ એટલેકે મોટાપાદર સ્પોર્ટ્સ ક્લબ તથા બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ આગામી ક્રિકેટ સીઝન ના પ્રારંભ માટે તડામાર તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. આવતા મહિનાના પ્રથમ અઠવાડિયામાં ક્રિકેટ ની સીઝન નો પ્રારંભ થઇ જશે. વાતાવરણ પણ આહલાદક થઇ જવા પામ્યું છે.