ભરૂચ તાલુકાના ગામોના સરપંચોનું અધિવેશન યોજાયું…

ભરૂચ તાલુકામાં અાવેલી ગ્રામ પંચાયતોના સરપંચોનું એક અધિવેશન ગતરોજ ભરૂચ તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયું હતું. જેમાં ભરૂચ તાલુકાના 60 સરપંચોએ હાજરી અાપી હતી. અધિવેશનમાં સર્વાનુમતે કારોબારી સમિતિની રચના કરાઇ હતી.

 

જેમાં સંગઠનના અધ્યક્ષ તરીકે હિંગ્લોટ ગામના સરપંચ સલીમભાઇ દુધવાલાની સંગઠનના અધ્યક્ષપદે જયારે ઉપાધ્યક્ષપદે તવરાના સરપંચ પ્રવિણસિંહ પરમાર તથા હાજરાબેન ફકીરની  નિયુક્તિ કરવામાં અાવી હતી. સમિતિના સેક્રેટરી તરીકે ટંકારીયાના સરપંચ ઇકબાલ કબીરની નિયુક્તિ કરાઇ હતી.

 

સમિતિની નિમણૂંક થયા બાદ મીટીંગમાં તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.

Courtesy: Bhaskar News. પાલેજ

ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં આજે સાંજે ૪ વાગ્યા ના સુમારે વરસાદ વરસતા તાપમાન નો પારો ગગડી ને આશરે ૨૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો થઇ જતા પંથક ને ગરમી થી રાહત મળી હતી.

ટંકારીઆ નગર તેમજ આજુબાજુના ગામોમાં આજે સાંજે વરસાદ પડતા તાપમાન માં આહલાદક ઠંડક પ્રસરી જતા નગરજનો ને ગરમીથી છુટકારો મળ્યો છે. વિદાય લેતા ચોમાસાના અંતિમ તબક્કામાં ગાજવીજ સાથે પડતા વરસાદને ગામના વડીલો ગામથી ભાષામાં જેને દિવાળીનું માવઠું કહે છે. આ માવઠામાં પણ મતમતાંતરો છે. કોઈ કહે છે કે આ ખેતી માટે સારું કહેવાય તો કોઈ કહે છે કે આ ખેતીને નુકશાન કરશે. હવે જે થાય તે અલ્લાહ ની મરજી થીજ થશે.

આ વરસાદ વિજ્ઞાની ઓના જણાવ્યા મુજબ બે ઓફ બંગાળ માં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. જોકે દિવાળી એકદમ નજીક માં આવી રહી હોવા છતાં વરસાદ વરસી રહ્યો હોવાથી લોકો ટકોર કરી રહ્યા છે કે શું? દિવાળીના તહેવાર માં પણ છત્રી અને રેઇનકોટ પહેરીને નીકળવું પડશે?

CLICK HERE FOR RAINING IN TANKARIA

જાણે ઉનાળાની ગરમી જેવી ગરમીથી સેકાતા ટંકારીઆ ના ગ્રામજનો માટે આજે સવારમાં દિવાળીનું માવઠું થતા વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડૂતો નું કહેવું છે કે આ માવઠું ખેતી માટે ઘણું ઉપયોગી કહેવાય. અલ્લાહ તેની રહેમત આપણા સૌ પર વરસાવતા રહે. આમીન….

On. Saturday,  the 7th October about 30 Indian community representatives met here in Leicester to honour Ahmadbhai Gul and to debate & discuss issues he raised in his recently published book based on his 50 Years of Community services. It was a positive meeting where representatives shared and commented on current community issues. The meeting offered an opportunity to share common concerns all of us have about the current challenges. May Allah SWT accept their efforts and Guide us all on the right path in serving community.