ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે જે ગ્રાઉન્ડ પર દરેક ક્રિકેટ ખેલાડીઓ ક્રિકેટ રમવા આતુર હોય છે તેવા ખરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ આવતા બુધવારે એટલે કે 9/11/16 ના રોજ થશે. આ ટુર્નામેન્ટ મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોક આઉટ ટુર્નામેન્ટ ના બેનર હેઠળ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ગત વર્ષે ભરૂચ ના કલેકટર શ્રી પાંડે સાહેબે આ ગ્રાઉન્ડ ના નવીનીકરણ અને વિકાસ માટે રૂપિયા 5 લાખ ની ગ્રાન્ટ મંજુર કરી હતી અને ક્રિકેટ રસિકો માટે એક ઉમદા નાનું સ્ટેડિયમ શેડ બનાવ્યું હતું. જે સ્ટેડિયમ શેડ તથા ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ભરૂચ ના હાલના કલેક્ટર શ્રી સંદીપ સંગલે સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવશે.
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ ના મેમ્બરો આરીફ બાપુજી, ઇશાક બશેરી, અય્યુબ દાદાભાઈ (દુશ્મન) તથા સાજીદ લાલન, સોકેટ બશેરી વગેરે આ પ્રસંગે તમામ ક્રિકેટ રસિકોને પધારવા હાર્દિક આમંત્રણ આપે છે. આ સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી કરશે. એમ સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ એક યાદીમાં જણાવે છે.

dsc00015 dsc00017 dsc00019 dsc00020 dsc00021

કેન્દ્ર સરકારના મુસ્લિમ પર્સનલ લૉ ના હસ્તક્ષેપના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠયો છે. દેશભરમાં મુસ્લિમ સંસ્થાઓ દ્ધારા સરકારના મુસ્લિમ પર્સનલ લૉ માં દખલગીરીના વિરોધમાં રેલીઓ , ધરણા-પ્રદર્શન યોજી વિરોધ વ્યકત કરાઇ રહ્યો છે. જેના પડઘા ભરૂચ જિલ્લાના મુસ્લિમ બહુમતિ ધરાવતા ભરૂચ સહિત પાલેજ પંથકના ગામોમાં પણ પડી રહ્યા છે.

જે અંતર્ગત ગતરોજ રાત્રે ભરૂચ તાલુકાના પારખેત ગામમાં મુસલમાનાને પારખેતના ઉપક્રમે શરિયત બચાવ અધિવેશન યોજાયું હતું. જેમાં મુખ્ય વકતા દારૂલ ઉલુમ તારાપુરના તબ્લીગ માસિકના તંત્રી મૌલાના લુકમાન તારાપુરીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ માં ફેરફાર કરવાનો અધિકાર જયારે મુસલમાનોને નથી તો સરકાર કેવી રીતે બદલી શકવાની છે ? અા દેશનું જયારે બંધારણ બનાવવામાં અાવ્યું ત્યારે દરેક ધર્મને બંધારણે અધિકારો અાપેલા છે. મુસ્લિમ પર્સનલ લૉ એ મુસ્લિમોની ધાર્મિક અાસ્થાનો વિષય છે.

ઇસ્લામ ધર્મએ મહિલાઓને જે અધિકારો અાપેલા છે તેની તુલના વિશ્વમાં કયાંય થઇ શકે એમ નથી. ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે. અાજે સરકાર દ્ધારા બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ અાપવામાં અાવી રહ્યો છે એ સંદેશ ઇસ્લામ ધર્મએ સદીઓ પહેલા અાપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લૉ બાબતે મુસ્લિમ મહિલાઓ ખુશ છે. એમાં કોઇપણ ફેરફાર ઇચ્છતી નથી.

ઇસ્લામ ધર્મએ અાપેલા અમનનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવા પર ખાસ ભાર મુકયો હતો. અા દેશમાં દરેક જ્ઞાતિના લોકો અરસપરસ પ્રેમભાવથી રહે છે. સમગ્ર દેશવાસીઓનું દિલ ખુબ વિશાળ છે. દેશમાં શાંતિ હશે તો જ અખંડ ભારતનું નિર્માણ થઇ શકશે. ભાઇચારાનો સંદેશ દેશમાં ફેલાઇ એ જ અાજના સમયનો તકાજો છે.

દરેક ધર્મના ધર્મગુરૂઓએ દેશમાં ફરી શાંતિનો સંદેશો ફેલાવવાની જરૂર છે. શરિયત બચાવ અધિવેશનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકો ઉમટી પડયા હતા.

પારખેત ખાતે યોજાયેલા શરિયત બચાવ અધિવેશનમાં ઉમટેલા મુસ્લિમ સમુદાયના લોકો તસવીરમાં નજરે પડી રહ્યા છે.

20161103_203615 20161103_211946-1 20161103_215606