1 … 4 5 6 7 8 … 526

Hafez Yahya, son of Mehbub Bhai & Noorjahan Nathaliya, weds Uzaira Khan, daughter of Adil Bhai & Farah Khan, in a beautiful wedding ceremony held in Toronto, Canada.

The joyous occasion was celebrated with family and friends who gathered from near and far to share in their happiness and blessings.

Here are some cherished memories from the beautiful celebrations. Many thanks to Iqbal Bhai Popat for graciously sharing these wonderful pictures with us.

May Allah bless Hafez and Uzaira with a lifetime of love, happiness, and togetherness.

 

 

ટંકારીઆ ગામના મિત્ર મંડળના સ્વયંસેવકોના સહયોગથી માનવતાનું અનોખું ઉદાહરણ; 

સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર…

તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કિમ નદી કાંઠે આવેલા કોસાડી ગામમાં પણ ભારે પૂર આવતાં અનેક પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ દુઃખદ પરિસ્થિતિમાં મિત્ર મંડળ ટંકારીઆ દ્વારા તાત્કાલિક માનવતાની ભાવનાથી રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું.

સૌ પ્રથમ મિત્ર મંડળના પ્રતિનિધિઓએ સ્થળ પર પહોંચી સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારોનો વિગતવાર સર્વે કર્યો હતો. સર્વેના આધારે પૂરગ્રસ્ત પરિવારોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સુનિયોજિત રીતે રાહત સામગ્રી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ આયોજનના અનુસંધાનમાં ગત રોજ વહેલી સવારે ટંકારીઆની ટીમ કોસાડી ગામે પહોંચી હતી. કિમ નદીના પ્રચંડ પૂરથી ગામને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી રક્ષણાત્મક દીવાલ તૂટી જતાં નદીનું પાણી થોડા જ સમયમાં ગામમાં ફરી વળ્યું હતું. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન થયું હતું, જ્યારે પતરાંના શેડવાળા કેટલાક મકાનો સંપૂર્ણપણે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારો ઘરવખરી અને દૈનિક ઉપયોગની આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત બની ગયા હતા.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આશરે ૮૦ સ્વયંસેવકો અને ગામ આગેવાનોના સહયોગથી સ્થાનિક જવાબદારોની ઉપસ્થિતિમાં પૂરગ્રસ્ત પરિવારોને જીવનજરૂરિયાતની ઘરવખરી, આવશ્યક ખાદ્ય સામગ્રી તેમજ વિદ્યાર્થીઓ માટે જરૂરી શૈક્ષણિક અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ સહિત ૫૦ થી વધુ આવશ્યક વસ્તુઓ ધરાવતી  ૧૦૦ રાહત કિટોનું વિતરણ જૂની કોસાડી, લુવારા, આકરોટ અને મોટી નરોલી ગામના અસરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાહત અભિયાન દરમિયાન પારદર્શિતા, સુવ્યવસ્થિત આયોજન અને માનવસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.  કાર્યકરોએ અસરગ્રસ્ત પરિવારો સુધી મદદ સમયસર અને સન્માનપૂર્વક પહોંચે તે માટે વિશેષ કાળજી લીધી હતી.

આ સેવાકાર્યથી પ્રભાવિત થઈ કોસાડી ગામના આગેવાનો અને ગ્રામજનોએ તાત્કાલિક એક સંક્ષિપ્ત સભાનું આયોજન કરી મિત્ર મંડળ ટંકારીઆ તથા સમગ્ર ટંકારીઆ ગામના સેવાભાવી લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં મળેલી આ નિઃસ્વાર્થ સહાય તેમના માટે માત્ર રાહત સામગ્રી નહીં, પરંતુ માનવતા, સંવેદના અને સમાજની એકતાનું જીવંત પ્રતીક છે. તેમણે સમગ્ર ટીમના કલ્યાણ અને પ્રગતિ માટે શુભેચ્છાઓ અને દુઆઓ પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ટંકારીઆના સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે સમાજ જ્યારે સંકટમાં હોય ત્યારે દરેક વ્યક્તિ અને સંસ્થાની સામાજિક જવાબદારી વધુ મહત્વની બની જાય છે. ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ટંકારીઆના લોકો સતત પ્રતિબદ્ધ રહેશે.

“માનવ સેવા એ જ સર્વોત્તમ સેવા” ના ધ્યેયને સાકાર કરતાં ટંકારીઆ ગામે સાબિત કર્યું છે કે આપત્તિના સમયમાં સંગઠિત સમાજ જ સૌથી મોટી શક્તિ બની શકે છે.

GUJARAT TODAY 06/08/2026


Instagram Short Reel જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

Credit: BBuzz Media Bharuch & UK

 

હવામાન ખાતાની આગાહીને પગલે અને દરિયામાં વરસાદી ૫ તીવ્ર ડિપ્રેસન સર્જાતા અને ચોમાસુ સિસ્ટમ પૂર્ણ રીતે સક્રિય થતા આજે મધ્ય રાત્રિથી અવિરત વરસાદ પડતા ટંકારીઆ અને સમગ્ર પંથક પાણી પાણી થઇ જવા પામ્યો છે. ટંકારીઆ ગામેથી ચોતરફ જવાના રસ્તાઓ પણ પાણી ભરાવાથી બંધ થઇ જતા તમામ વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે અને જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે. પાદરમાં કેડ કેડ સુધીના પાણી ફરીથી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં ફરીથી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગામનું તળાવ પણ ફરીથી ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ પાદરમાં અવિરત વધતો જ રહ્યો છે. અને આ લખાય છે ત્યારે પણ સામાન્ય વરસાદ ચાલુ હોય હજુ પણ પાદરમાં પાણીનું સ્તર વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અલ્લાહ રહેમ ફરમાવે…..

Our youngsters from Zambia brother Mohsin Ghodiwala, Javid Ghodiwala, Samsuddin Farat and Asif Patel (Bharuch) visited Chicago during their USA trip. During their short stay in Chicago, they met friends and families and explored Chicago. Here are some beautiful memories of guests with brothers Naveed and Naufal Ghodiwala,

 

 

આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને આગામી ૫ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહી શકે છે એવું હવામાન ખાતાએ જાહેર કરતા ભરૂચ કલેક્ટરે વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને લઈને આજે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર રજા ઘોસિત કરી છે. જિલ્લા વડાએ એમ પણ જણાવ્યું છે કે, બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવાની સલાહ પણ જાહેર કરી છે. જોકે આજે વહેલી સવારે ભારે વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ લખાણ લખાય છે ત્યારે [સવારે ૧૦:૩૦ કલાકે] નજીવી વરસાદની છાંટો ચાલુ છે. પરંતુ વાદળોની પરિસ્થિતિ જોતા વરસાદ ગમે ત્યારે ખાબકી શકે છે. ભરૂચ તાલુકાના ઉત્સાહી મામલતદાર માધવીબેન મિસ્ત્રી પણ આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. અને ગામે ગામ સતત સંપર્કમાં રહે છે. ટંકારીઆ ગામના ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાએ પણ ગામ લોકોને જરૂરત વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે (અને ખાસ કરીને નાના બાળકોને). જિલ્લા તંત્ર પણ એકદમ સાવધપણે આ પરિસ્થિતિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે લાગી ગયું છે.
અલ્લાહ રહેમત નો વરસાદ નાઝીલ કરે એવી દુઆ.

DELAWALA ILYAS MUSA VALI passed away…………Inna Lillahe Wainna Ilayhe Rajeun. He died after falling from a motorcycle near the Bharuch bypass. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer. 

હો હમારા કામ ગરીબોકી હિમાયત કરના દર્દમંદો સે ઝઈફોંસે મહોબ્બત કરના

ટંકારીયા તેમજ આજુબાજુના ગામના વહાલા ભાઈઓ  બહેનોને જણાવવાનું કે… તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે નવસારી અને વલસાડના અંદરના દરિયા કિનારાના ગામડાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. આશરે ૪૦ ઈંચ જેટલા ધોધમાર વરસાદને લીધે લોકોની ઘરવખરીનો સામાન, કિંમતી ચીજ-વસ્તુઓ અને ધંધા-રોજગારને ભારે હાનિ પહોંચી છે.

​આ મુશ્કેલ સમયમાં આપણી ફરજ સમજી જે ભાઈ–બહેનો પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી, ઝકાત, સદકો, કે લિલલ્લાહની રોકડ રકમ મદદ કરવા માંગતા હોય, તેમજ ઘરવખરીની ચીજવસ્તુઓ, કીચનનો જરૂરી સામાન અથવા અનાજ, કપડાં, વાસણો,  પ્લાસ્ટિક, બ્લેન્કેટ કે અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ દિલ ખોલીને અસર ગ્રસ્ત ભાઈ–બહેનોની આ રીતે મદદ કરવી એ આપણી ફરજ છે. માનવતા ની નિશાની છે.

👉​જે કોઈ ભાઈ–બહેનો કે સજ્જન કે સંસ્થા આ રાહતફંડમાં ભાગીદાર થવા ઈચ્છતા હોય, તેઓ નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. તમારા દ્વારા આપેલી મદદ યોગ્ય માણસ સુધી પહોંચાડવામાં આવશે.

મદદ પહોંચાડવા માટે સંપર્ક કરો

૧. મુસ્તુફા ઇસ્માઇલ ખોડા   મોં. : ૯૪૨૬૧ ૧૨૨૫૦

૨. મુસ્તાક સુલેમાન દૌલા  અશરફી ઝેરોક્ષ સેન્ટર મોં.: ૯૯૯૮૨૬૯૫૩૯

૩. હાફેજી હનીફભાઈ વલી ભુતા kk  હોલસેલર  મોં.: ૯૭૩૭૨ ૨૨૭૯૮

૪.​ગુલામ સાહેબ બટલી   મોં.:  ૯૬૦૧૪ ૩૪૫૫૨

૫.​સરફરાજ ઘોડીવાલા  – અલીફ કોલડ્રિંક્સ  મોં.: ૯૩૭૬૧ ૧૫૦૬૫

૬.ઈલ્યાસભાઈ હલાલત  મોં.: ૯૪૨૭૪ ૭૯૮૮૦

૭. ઈકબાલભાઈ સાપા  મોં.: ૭૦૧૬૮ ૪૯૯૮૪

૮. આસિફ આદમહાજી ભુતા   મોં.:  ૭૬૯૮૪ ૩૪૪૭૪

૯.​ રફીક ભાઈ લારીયા   — મોં.: ૭૩૫૯૧ ૨૯૮૨૦

૧૦ .ઇકરામ યાકુબ કાજીબૂ  મોં.: ૯૧૩૭૨ ૦૩૨૩૫

૧૧. ​શરીફ ભાઈ રેઠડા    મોં.:  ૯૯૦૪૪ ૩૨૨૩૪

૧૨. બચુ ભાઇ ડેલાવાલા  મોં.:  ૯૮૨૪૧ ૮૩૫૯૨

૧૩. સાજિદ યાકુબ ભીમ  મોં.:  ૯૪૨૮૬ ૮૭૮૫૦

૧૪. યુસુફભાઇ ઢીલ્યા   મોં.:  ૯૦૧૬૫૩૧૫૭૯

1 … 4 5 6 7 8 … 526