ટંકારીઆ ગામમાં મુખ્ય કુમારશાળા ટંકારીઆ, બ્રાન્ચ કન્યાશાળા, કન્યાશાળા ટંકારીઆ, બ્રાન્ચ કુમારશાળા ટંકારીઆમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી .
આ તમામ શાળાઓમાં
મુખ્ય મહેમાન તરીકે પધારેલ શ્રી ડો.મારકંડ માવાણી સાહેબ ડાયટ લાયઝન ભરુચ,શ્રી દિપકકુમાર બીઆરપી ભરુચ ના હસ્તે આ ચાર શાળાઓમાં બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર કુલ 65 બાળકો,
ધો.1માં પ્રવેશ મેળવનાર કુલ 101 બાળકો અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો.તેમજ ધો.3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર, CET, NMMS, અને જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન શ્રી માવાણી સાહેબે ટંકારીઆ ગામના શિક્ષણના ખૂબ વખાણ કર્યા. એમણે નર્મદા નદીનું ઉદાહરણ આપી કહ્યું કે જેમ નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે તેમ ટંકારીઆ પણ શિક્ષણનું મુખ્ય સ્ત્રોત છે.તેમજ વિદ્યાર્થીઓ IAS અને IPS બને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી અબ્દુલભાઈ ટેલર,માજી સરપંચ શ્રી જાકીરભાઈ ઉમટા, માજી ડે.સરપંચ શ્રી ઉસ્માનભાઈ લાલન,શ્રી સલીમભાઈ ઉમટા,તમામ એસ એમ સી ના અધ્યક્ષ શ્રી તેમજ સભ્ય શ્રી,ગામના વડીલો અને ખાસ કરીને ગામની બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતમાં શાળાના પટાંગણમાં મહેમાન શ્રી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ઉનાળાની આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ આજે સવારથી જ ચોમાસાની મોસમનો વરસાદ પડતા હાશકારો અનુભવ્યો છે. આજે સવારે સુબ્હ સાદિકથી એકદમ રહેમનો વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. અને આ લખાય છે ત્યારે [સવારે ૯:૧૫] પણ વરસાદ ચાલુ છે. માણસ તો માણસ પણ ઢોર-ઢાંખર પણ પ્રફુલ્લિત થઇ ગયું છે. તાપમાનમાં ઓચિંતો નોંધપાત્ર ફેરફાર થઇ જવા પામ્યો છે. અને વળી ખેડૂત મિત્રોના મોઢાઓ ઉપર ખુશી છાલક પણ જોવા મળી રહી છે.

People who are facing the scorching heat of summer have felt the relief of monsoon rain since this morning. It has been raining very slowly since dawn this morning. And as of this writing [9:15 am] it is still raining. Human beings and cattle have also become happy. There has been a sudden significant change in temperature. And happiness is also seen on the faces of the farmer.

અલ્લાહ ના ફઝલો કરમથી ચાલુ વર્ષે ઘણી મોટી સંખ્યામાં ટંકારવીઓ હજ માટે ગયા હતા. એવા એક મિત્ર હાજી આરીફ બાપુજી પણ ચાલુ વર્ષે હજ ના અરકાનોની અદાયગી કરીને માદરે વતન પરત આવી ગયા છે. અને તેમને ખુશીમાં મહેમાનીની દાવત તેમના સગા સબંધીઓ તથા મિત્રોને આપી હતી. આ માધ્યમ થકી આપણે એમને હજની મુબારકબાદી અર્પીએ છીએ.

ઇંગ્લેન્ડ સ્થિત લેસ્ટર શહેરમાં ટંકારવી ભાઈઓએ ઈદ મિલન સમારંભ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટંકારવી ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. એકબીજાંઓએ વિચાર વમર્શ કરી ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

The Tankarvi brothers held an Eid Milan ceremony in the city of Leicester, England. A large number of Tankarvi brothers and sisters attended. They exchanged thoughts and wished each other Eid Mubarak.

Photo Courtesy : Salim Musa Varu from Leicester.